Site icon Revoi.in

દ્વારકામાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ફેલાયો ભય

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. દરમિયાન આજે દેવભૂમિ દ્વારકામાં ધરા ધ્રુજી હતી. ભૂકંપના આચંકાને પગલે લોકોમાં ભય ફેલાયો છે, ભૂકંપની તીવ્રતા 4.3 તીવ્રતા નોંધાઈ હતી. ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની નહીં હોવાનું જાણવા મળે છે. અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના આંચકા નોંધાય છે. દરમિયાન આજે દ્વારકામાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આજે ભૂકંપનો આંચલો લોકોએ અનુભવ્યો હતો. ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો હતો અને ઘરમાંથી બહાર દોડી ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3ની નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ મુજબ, ધરતીકંપનું કેન્દ્રબિંદુ દ્વારકાથી ઉત્તર દિશામાં 431 કિમી દુર નોંધાયું હતું. જમીનની અંદર કેન્દ્રબિંદુ દોડાયું હતું. ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. ભૂગર્ભમાં ફોલ્ડલાઈન સક્રીય થઈ હોવાથી ભૂકંપના આંચકા આવી રહ્યાં છે.