Site icon Revoi.in

ઉત્તરાખંડથી લઈને અંદામાન નિકોબાર સુધી ભૂકંપના આચંકાઓ અનુભવાયા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં સતત ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે ગઈકાલે પણ દેશના ટાપૂ અડામાન નિકોબારમાં ભૂકંપના આચંકાઓ આવ્યા હતા ત્યારે આજે ફરીથી દેવભૂમિ ઉત્તરાખંડથી લઈને અંદામાન નિકોબાર સુઘી ભૂકંપના આચંકાો અનુભવાયા છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  આ ભૂકંપના આચંકાનો શાલશીલો યથાવત રહ્યો છે આંદામાન-નિકોબારમાં ભૂકંપનો દોર સતત વધતો જોવા મળી રહ્યો છે. આ એપિસોડમાં ગુરુવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજરોજ સવારે વહેલી સવારે 4 વાગ્યેને 15 મિનિટ આસપાસ  અહી ભૂકંપ આવ્યો હતો.આ સહીત આ ભૂકંપની તીવ્રતા 4.3 નોંધવામાં આવી છે. જો કે હજુ સુધી કોઇપણ પ્રકારના નુકશાનના સમાચાર સામે આવ્યા નથી.

આ સાથે જ વઘુ વિગત પ્રમાણે અંદામાન નિકોબાર સહિત પણ ઉત્તરાખંડના પિથોરાગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.2 નોંધવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર નેપાળ નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે ગયા બુધવારે એટલે કે 2 ઓગસ્ટના રોજ પણ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે બુધવારે સવારે લગભગ 5.40 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર 10 કિલોમીટરની ઉંડાઈમાં હતું. હાલ ભૂકંપના કારણે કોઈ નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી.

જો કે આ પ્રથમ વખત નથી કે અંડામાન નિકોબાર અને ઉત્તરાખંડમાં ભૂકંપ આવ્યો હયો આ પહેલા અનેક વખત અહીં આ પ્રકારના આચંકાઓ અનુભવાી ચૂક્યા છે.