દિલ્હી : અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4 માપવામાં આવી છે. આ ભૂકંપથી જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, રવિવારે બપોરે અલાસ્કામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. યુએસજીએસએ જણાવ્યું હતું કે ભૂકંપ 9.3 કિમીની ઊંડાઇએ હતો.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.