Site icon Revoi.in

હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 2.8 તીવ્રતા નોંધાઈ

Closeup of a seismograph machine earthquake

Social Share

શિમલા: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં રવિવારે એટલે કે આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે આ ભૂકંપના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી, પરંતુ લોકો ગભરાટના કારણે ચોક્કસપણે ઘરની બહાર આવી ગયા હતા.

હવામાન વિભાગના શિમલા કેન્દ્રના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 માપવામાં આવી છે. આ પહેલા 5 એપ્રિલે ચંબા અને લાહૌલ સ્પીતિ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પહેલા જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રાજૌરીમાં વહેલી સવારે 3 વાગ્યેને 40 મિનિટે આ આચંકાઓ અનુભવાયા હતા.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.