Site icon Revoi.in

કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતા નોંધાઈ

Social Share

ભુજ:ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 નોંધવામાં આવી છે.જોકે હાલમાં આ ભૂકંપ બાદ કોઈ નુકસાનના સમાચાર નથી.આ પહેલા રવિવારે પણ બે આંચકા અનુભવાયા હતા, જેમાંથી એકની તીવ્રતા 4.3 હતી.સોમવારે સવારે 10.49 કલાકે ભૂકંપ આવ્યો હતો.ભૂકંપનું કેન્દ્ર કચ્છના લખપતથી 62 કિમી ઉત્તર-ઉત્તર પૂર્વમાં હતું.

રવિવારે રાજકોટમાં બપોરે 3.21 વાગ્યે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આ અંગે માહિતી આપી હતી.NCS એ ટ્વિટ કર્યું હતું કે,રાજકોટના ઉત્તર ઉત્તર પશ્ચિમ (NNW) લગભગ 270 કિલોમીટરના અંતરે બપોરે 3:21 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ગયા અઠવાડિયે, ગુજરાતના અમરેલી જિલ્લામાં બે દિવસમાં ત્રણ નાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ગુરુવારે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.જો કે જાન-માલનું કોઈ નુકસાન થયું ન હતું. અમરેલીથી 44 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં આવેલા સાવરકુંડલા તાલુકાના મિતીયાળા ગામમાં 6.2 કિમીની ઉંડાઈએ આંચકા નોંધાયા હતા.