મહારાષ્ટ્રના સતારામાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.3 ની તીવ્રતા નોંધાઈ
મુંબઈ: મહારાષ્ટ્રના સતારા શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માહિતી આપતા નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું કે સાતારામાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
મહારાષ્ટ્રના સતારામાં સોમવારે રાત્રે 11.36 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધવામાં આવી છે. તેનું કેન્દ્ર જમીનથી પાંચ કિમી નીચે હતું.
Earthquake of Magnitude:3.3, Occurred on 16-10-2023, 23:36:59 IST, Lat: 17.27 & Long: 73.75, Depth: 5 Km ,Location: Satara, Maharashtra, India for more information Download the BhooKamp App https://t.co/wP6dj3483d @ndmaindia @Indiametdept @KirenRijiju @Dr_Mishra1966 @Ravi_MoES pic.twitter.com/s6tNITF0mN
— National Center for Seismology (@NCS_Earthquake) October 16, 2023
ભારતના વિવિધ ભાગોમાં સતત ભૂકંપ આવી રહ્યા છે. સોમવારે સવારે ઉત્તરાખંડના પિથોરાગઢથી 48 કિમી ઉત્તર-પૂર્વમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 નોંધવામાં આવી હતી.જો કે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. આ પહેલા 5 ઓક્ટોબરે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપ આવ્યો હતો. ભારતીય સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર, ગુરુવારે રાત્રે લગભગ 3.49 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.1 હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, દિલ્હી-એનસીઆરમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.1 હતી. ભૂકંપના આંચકા સાંજે 4.08 કલાકે અનુભવાયા હતા.ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ફરીદાબાદ હોવાનું કહેવાય છે. રવિવારની રજા હોવાથી લોકો ઘરોમાં હતા પરંતુ ધરતી ધ્રૂજતાની સાથે જ લોકો બહાર દોડી આવ્યા હતા.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.