તુર્કીના અફસીન શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા
- તુર્કીમાં ભૂકંપના આંચકા
- 4.0ની નોંધાઈ તીવ્રતા
- જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર નહીં
દિલ્હી : વિશ્વભરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપ આવવાની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે, ભૂકંપના કારણે અનેક વિસ્તારોમાં ભય ફેલાતો હોય છે. ખાસ કરીને અફઘાનિસ્તાન, તુર્કી ,જાપાન અને ઈન્ડોનેશિયામાં અવાર નવાર ધરતી ઘ્રુજી ઉઠતી હોય છે ત્યારે આજે ફરી એકવાર તુર્કીના અફ્સીન શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તુર્કીના અફસીન શહેરમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 નોંધાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર,યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું કે રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. USGS એ જણાવ્યું કે ભૂકંપ 4.27 કલાકે આવ્યો હતો અને તેની ઊંડાઈ 10 કિમી હતી. હજુ સુધી કોઈ જાનહાનિના કે નુકસાનીના અહેવાલ સામે આવ્યા નથી.
હજુ ગઈકાલે એટલે કે રવિવારના રોજ મણિપુરના નોનીમાં સવારે 7.22 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3.6 નોંધાઈ હતી.જોકે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.