દિલ્હી:ગ્રીસના ક્રેતે શહેરમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી છે.યુરોપીયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે 1.25 વાગ્યે સાઈટિયાના ઉત્તર-પૂર્વમાં 60 કિમી દૂર આવ્યો હતો.તેની ઊંડાઈ 80 કિલોમીટર સુધી હતી.ગ્રીસમાં આવેલા આ ભૂકંપ બાદ હવે સુનામીની આશંકા છે.સુનામીની સંભાવનાને ધ્યાનમાં રાખીને મોનિટરિંગ એજન્સીઓએ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સલાહ આપી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ક્રેતે શહેરમાં ભૂકંપના આંચકા ઉત્તર આફ્રિકા સુધી અનુભવાયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં કોઈ જાનહાનિ કે ઈમારતોને નુકસાન થયું હોવાની હાલમાં કોઈ માહિતી નથી.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાની થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.