Site icon Revoi.in

વહેલી સવારે બિહારના અનેક વિસ્તારોમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.3 નોંઘાઈ

Social Share

પટનાઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં સતત ભૂકંપના આચંકાો આવવાની ઘટનાઓમાં વઘારો નોંઘાઈ રહ્યો છે ખાસ કરીને પહાડી રાજ્યોમાં અવાર ન વાર ભૂકંપના આચંકાઓ આવી રહ્યા છે ત્યારે આજરોજ રવિવારની સવારે બિહારની ઘરતી પણ ઘ્રુજી ઉઠી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આજરોજ બિહારના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રવિવારે સવારે પટના, પશ્ચિમ ચંપારણ, સારણ, સિવાન, ગોપાલગંજ અને નેપાળને અડીને આવેલા કેટલાક જિલ્લાઓમાં ધરતીના આંચકા અનુભવાયા હતા.

જો કે, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ઓછી હતી, તેથી અત્યાર સુધી કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. લોકોનું કહેવું છે કે રવિવારે સવારે 7 વાગ્યેને 27 મિનિટે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

 ભૂકંપનું કેન્દ્ર નેપાળના કાઠમંડુ નજીક હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી, જ્યારે ઊંડાઈ 10 કિલોમીટરથી ઓછી હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. ભૂકંપના આંચકા અનુભવાતા જ અનેક લોકો ઘરની બહાર આવી ગયા હતા.

ગોપાલગંજ અને પટના સહિત બિહારના ઘણા જિલ્લાઓમાં લોકોએ સવારે 3-4 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. તેનું કેન્દ્ર નેપાળમાં હતું, તેથી બિહારના મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવા આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા ઓછી હોવાને કારણે ઘણા લોકો ભૂકંપની નોંધ પણ કરી શક્યા ન હતા. બાદમાં લોકોને એકબીજા પાસેથી આ વાતની જાણ થઈ.

વહેલી સવાર હોવાથઈ લોક ઊંઘમાં હતા રવિવારે સવારે લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા, ત્યારે અચાનક ધરતી ધ્રૂજી ઉઠી અને તેઓએ ભૂકંપનો આંચકો અનુભવ્યો. ધરતી ધ્રુજારીનો અહેસાસ થતાં બિલ્ડીંગો અને મોટા મકાનોમાં રહેતા તમામ લોકો ખુલ્લા મેદાનમાં આવી ગયા હતા.