- આર્જેન્ટીનામાં ભૂકંપ
- તીવ્રતા 6.5 નોંધાઈ
દિલ્હીઃ- આર્જેન્ટિનાના કોર્ડોબાથી 517 કિલો મીટર ઉત્તરમાં આજે સવારે 3 વાગ્યેને 40 મિનિટ આસપાસ ભારે ભૂકંપ આવ્યો હતો નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 નોંધાઈ હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, દક્ષિણ અમેરિકાના આર્જેન્ટિનાના કોર્ડોબા શહેરમાં આજરોજ શનિવારે વહેલી સવારે આવેલા મજબૂત ભૂકંપનું કેન્દ્ર કોર્ડોબા શહેરથી 517 કિમી દૂર નોંધાયું છે. આ ભૂકંપની ઊંડાઈ ઉત્તરમાં 586 કિ.મી. માપવામાં આવી છે.
આર્જેન્ટિનામાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 માપવામાં આવી છે. આર્જેન્ટિનાના કોર્ડોબા શહેરમાં શનિવારના ભૂકંપમાં કોઈપણ પ્રકારના નુકસાનની કોઈ માહિતી નથી.આ સાથે જ વહેલી સવાર હોવાથી મોટા ભાગના લોકો સનુતા હતા જો કે ઘણા લોકોએ ભારે કંપારીનો અનુભવ કર્યો હતો.