અમદાવાદઃ ગુજરાત સહિતના મોટાભાગના દેશોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે.. ટેકટોનિક પ્લેટમાં ટક્કરને કારણે ભારતીય ઉપખંડમાં અવારનવાર ભૂકંપ અનુભવાય છે. જો કે ભૂગર્ભજળની અછતને લઈને, ટેક્ટોનિક પ્લેટની આગળ વધવાની ગતિ ધીમી પડી હોવાનું ભૂસ્તરશાસ્ત્રીઓ માની રહ્યાં છે.
2001માં ગુજરાતના કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપમાં અનેક લોકોના મોત થયાં હતા. જ્યારે હજારો લોકો બેધર બન્ચા હતા. ભારતીય ઉપખંડ દર વર્ષે સરેરાશ 47 કિલોમીટરની ગતિએ એશિયા પ્લેટ સાથે ટકરાઈ રહ્યો છે. ટેકટોનિક પ્લેટમાં ટક્કરને કારણે ભારતીય ઉપખંડમાં અવારનવાર ભૂકંપ અનુભવાય છે. ભારતને ભૂસ્તરશાસ્ત્રીઓ દેશના વિવિધ વિસ્તારને ચાર ઝોનમાં વહેચ્યો છે. ભૂકંપના અલગ અલગ ઝોનમાં, આંચકાની તીવ્રતાઓની માત્રા અલગ અલગ મુજબ રહે છે.
ભૂકંપની આવવાની સંભાવનાઓને લઈને પાડવામાં આવેલ ઝોન 5માં ભારતના પૂર્વોતર પ્રદેશ, દિલ્હી, સિક્કીમ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારનો સમાવેશ થાય છે. ઝોન પાંચમાં વધારે તીવ્રતાના ભૂકંપના આંચકા આવવાની શકયતાઓ હોય છે. ઝોન-4માં ઉત્તરાખંડ, ગુજરાતનું કચ્છ, ઉત્તરપ્રદેશનો ઉત્તર ભાગ અને રાજસ્થાનના કેટલાક ભાગનો સમાવેશ થાય છે. ઝોન-3માં ઉત્તરપ્રદેશ અને ગુજરાતનો બાકીનો ભાગ, છત્તીસગઢ, ઓડીસા, આંધ્રપ્રદેશ, તમિલનાડું અને કર્ણાટકનો સમાવેશ થાય છે. દેશનો ભાગ ઝોન-2માં આવે છે. આ ઝોનમાં ભૂકંપ આપવાની શકયતાઓ ખુબ જ નહીંવત છે.