Site icon Revoi.in

એક કલાકમાં બે વખત ધ્રુજી નેપાળની ધરા ,4.7 અને 5.3 ની નોંધાઈ તીવ્રતા

Social Share

દિલ્હી:નેપાળમાં બુધવારે મોડી રાત્રે એક કલાકની અંદર બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ અર્થકવેક મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર નેપાળ અનુસાર, બાગલુંગ જિલ્લામાં અનુભવાયેલા આંચકાની તીવ્રતા 4.7 અને 5.3 હતી.અહેવાલો અનુસાર, ભૂકંપ નેપાળના બાગલુંગમાં 1 થી 2 (સ્થાનિક સમય) ની વચ્ચે આવ્યો હતો, જો કે હજુ સુધી કોઈ જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનની જાણ કરવામાં આવી નથી.

NEMRC પાસેથી મળેલી માહિતી મુજબ,બાગલુંગ જિલ્લામાં 01:23 (સ્થાનિક સમય) પર 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.બીજો ભૂકંપ બાગલુંગ જિલ્લાના ખુંગાની આસપાસ 02:07 (સ્થાનિક સમય) પર આવ્યો હતો. NEMRCએ ટ્વીટ કર્યું કે હજુ સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની જાણ થઈ નથી.

આ પહેલા ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ઉત્તરકાશીમાં મંગળવારે મોડી રાત્રે 2.19 મિનિટે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.ડિસેમ્બરમાં ઉત્તરાખંડમાં અનેક ભૂકંપ આવ્યા છે. હાલ ભૂકંપના કારણે કોઈના મોતની કોઈ માહિતી નથી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાની થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.