કિચન ટિપ્સઃ- જોઈલો ગરમીમાં કોલ્ડ કોકો બનાવાની સરળ રીત, ઓછી સામગ્રી અને થોડી મહેનતમાં થશે રેડી
- કોકો પાવડર અને મિલ્ક બેઝિક સામગ્રી
- કોર્ન ફઅલોરથી કોકો ઘટ્ટ થાય છે
હાલ ગરમીની સિઝનમાં સો કોઈને ઠંડી વાનગીો પીવાનું મન થાય છે આજે આપણે બહાર મળતા કોલ્ડ કોકો જેવો કોકો ઘરેજ બનાવતા શીખીશું જેમાં બેઝિક સામગ્રી અને ખૂબ ઓછી મહેનત થશે, આ સાથે જ તમારા મનમાં સવાલ હશે કે લારી પર મળતો કોકો ઘટ્ટ કઈ રીંત બને છે તો તેની પણ ટ્રિક જોઈશું
2 ગ્લાસ કોલ્ડ કોકો બનાવા માટેની સામગ્રી
- 1 ચમચી કડવો કોકો પાવડર
- 4 ચમચી ખાંડ
- 1 ચમચી કોર્ન ફ્લોર
- 2 ગ્લાસ દૂધ
સૌ પ્રથમ એકક નાની તપેલીમાં અડધો ગ્લાસ દૂધ લઈલો, હવે તેમાં કોકો પાવડર અને કોર્નફ્લોર એડ કરીને બરાબર ચમચીથી મિક્સ કરીલો, હવે આ તપેલીને ગેસ પર ગરમ થવા રાખી દો, 3 થી 4 મિનિટ ગેસની ફઅલેમ ઘીમની રાખીને આ ઉકાળશો એટલે ઘટ્ટ ગ્રેવી બનશે.
ત્યાર બાદ હવે એક મિક્સરની જાર લો તેમાં દૂધ અને ખાંડ એડ કરીલો અને 2 થી 3 વખત મિક્સ કરીલો
હવે આ મિશ્રણમાં કોકો પાવડર અને કોર્નફ્લારની જે સ્લરી તૈયાર કરી છે તે એડ કરીને ફરી 4 થી 5 વખત મિક્સર ફેરવીલો, ત્યાર બાદ તેમાં 4 થી 5 આઈસ ક્યૂબ ેડ કરીને ફેરવી લો, તૈયાર છે બહાર જેવો જ કોલ્ડ કોકો.
કોર્ન ફ્લોર એટલા માટે નાખવામામં આવે છે કે જેથી કોકોની કન્સ્ટન્સી ઘટ્ટ બને. તમે ગ્લાસમાં કોકો સર્વ કરો ત્યારે ચોકલેટ ચિપ્સ એડ કરી શકો ચો, અને જો આઈસક્રીમ પસંદ હોય તો તે પણ એડ કરી શકો છો.