ઉનાળામાં દરરોજ એક કીવી ખાઓ, શરીરને થશે અદભુત ફાયદા
પોષક તત્વોથી ભરપૂર ફળો આપણી હેલ્થને સુધારે છે. કીવી આ ફળોમાંથી એક છે. કીવી સ્વાદથી ભરપૂર છે અને ખાટું-મીઠું છે કે તેને ખાવાથી તમે રોકી શકતા નથી. આ ફળને તમે તેને છાલ વગર અને છાલ સાથે બંને રીતે ખાઈ શકો છો. તેનો મીઠો અને ખાટો સ્વાદ ખાવામાં ખૂબ જ સારો હોય છે.
• કીવી પોષક તત્વોથી ભરપૂર હોય છે
કીવી પોટેશિયમ, ફાઈબર, વિટામીન સી, ફોલિક એસિડ, વિટામીન ઈ અને પોલીફીનોલ્સથી ભરપૂર છે. તેમાં કેલરીની માત્રા ઓછી હોય છે, તેને અમૃત ફળ તરીકે ગણી શકો છો. આ ખાવાથી તમે ઘણી બીમારીઓથી દૂર રહેશો અને તમારું વજન પણ વધશે નહીં
• આ સમસ્યાઓમાં કીવી ખુબ જ ફાયદાકારક છે.
આંખો સાથે જોડાયેલી બીમારી: કીવી આંખ સંબંધિત રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે. આ ખાવાથી આંખોની રોશની સારી થાય છે અને ઝાંખા પડવાની સમસ્યા પણ દૂર થાય છે.
ઈમ્યૂનિટીને રાખે છે મજબૂત: કીવી ખાવાથી ઈમ્યૂનિટી મજબૂત થાય છે. તેને ખાવાથી ઘણી બીમારીઓ દૂર થઈ રહે છે. તમારે પણ ઈમ્યૂનિટી વધારવી હોય તો કીવી જરૂર ખાવું જોઈએ. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેને ખાવાથી ઈમ્યૂનિટી વધે છે.
હ્રદયને રાખે છે હેલ્દી: કીવી ખાવાથી હૃદય સારું રહે છે. તે સારી રીતે કામ કરે છે. કીવીમાં હાજર ફાઈબર અને પોટેશિયમ ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
કબજિયાતમાં રાહત આપે : જો તમે ગંભીર કબજિયાતથી પીડાતા હોવ તો 2-3 કિવી ચોક્કસ ખાઓ. કીવી કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે સારી છે. તેનાથી પેટ પણ સાફ રહે છે.