ખાલી પેટ ખજૂર ખાઓ, ગંભીર બીમારીઓ થશે દૂર!
હેલ્દી રહેવા માટે ભોજનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સારી ડાયટથી ઘણા પ્રકારની પરેશાનિઓ દૂર કરી શકાય છે. ઘણા ડ્રાય ફ્રૂટ્સ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમાંથી એક ખજૂર છે, જેના ઘણા ફાયદા છે. એક્સપર્ટ અનુસાર, દરરોજ સવારે ખાલી પેટે માત્ર 3 ખજૂર ખાવામાં આવે તો જોરદાર ફાયદા થાય છે.
ખજૂર ડાઈજેસ્ટિવ (પાચન) હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાલી પેટ પલાળેલી ખજૂર ખાવાથી કબજિયાત, એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓ દૂર થાય છે. ખજૂર ખૂબ ફાયદાકારક છે કારણ કે તેમાં ડાયેટરી ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તે મેટાબોલિઝ્મને બૂસ્ટ કરી પાચનમાં સુધારો કરે છે. આનાથી પેટ પણ સાફ રહે છે.
સવારે ખાલી પેટે ખાલી 3 પલાળેલી ખજૂર ખાવાથી દિવસભર એનર્જેટિક રહેવામાં મદદ મળે છે. ખજૂરમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોય છે, નેચરલ શુગર જેવી કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ હોય છે, જે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. રિસર્ચ અનુસાર, ખાલી પેટે 3 ખજૂર ખાવાથી સ્ટેમિના વધે છે અને દિવસભરની આળસ દૂર થાય છે.
ખજૂર પોટેશિયમનો સારો સોર્સ છે, જે જ્ઞાનતંતુઓને કામ કરવામાં મદદ કરે છે. રોજ ખજૂર ખાવાથી મન સ્વસ્થ રહે છે. યાદશક્તિ વધે છે. આનાથી ઓવરઓલ બ્રેન હેલ્થને ફાયદો થાય છે.
ઉંમર વધવાની સાથે હાડકાં કમજોર થવા લાગે છે. ખજૂરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ મળી આવે છે, જે હાડકાના સ્વાસ્થ્યને સુધારવામાં અહમ ભૂમિકા ભજવે છે. રિસર્ચ મુજબ, નિયમિત ખજૂર ખાવાથી હાડકાં માટે જબરદસ્ત ફાયદા થાય છે અને ઓસ્ટીયોપોરોસિસ જેવી સમસ્યાઓનું જોખમ ઘટાડી શકાય છે.