ડુંગળી ખાલી શાકભાજીનો સ્વાદ વધારવા માટે જ નહી સ્વાસ્થ્ય જાળવવામાં પણ કામ આવે છે. ડુંગળીમાં વધતી ઉંમરની અસર ઓછી કરવાના ગુણ મળી આવે છે. આ હ્રદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. ડુંગળીની સૌથી મોટી ખાસિયત છે કે તેને કાચી ખાઈને પણ સરળતાથી પચાવી શકાય છે. ડુંગળીમાં ઓછી ચરબી અને સલ્ફર, ફોસ્ખરસ, કેલ્શિયમ, આયર્ન, વિટામિન સી અને પ્રોટીન ભરપુર માત્રામાં હોય છે.
હેલ્થ એક્સપર્ટ મુજબ, વધતી ઉંમરની અસર ઓછી કરવા માટે રોજ ડુંગળીનું સેવન કરવું જોઈએ. જેનાથી સ્કિન કડક થઈ જાય છે. સુકાઈ ગયેલી સ્કિનમાં જીવ આવે છે. અને તેની ચમક વધે છે. ડુંગળીનો રસ વાળમાં લગાવવામાં આવે તો વાળ ખરતા ઓછા થી જાય છે. જૂ ની સમસ્યમાં પણ તે ફાયદાકારક છે.
ડુંગળી તમારા પાચનને સ્વસ્થ રાખે છે. કાચી ડુંગળી પાચન માટે સારી માનવામાં આવે છે. તેથી તેને સલાડમાં ઉમેરવાની સલાહ આપવામાં આવે છે. આ રીતે પાચનની સમસ્યાથી બચી શકાય છે.
બ્લડ શુગરમાં કાચી ડુંગળી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આ શાક ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. સાથે કાચી ડુંગળી હ્રદયના હેલ્થને સુધઆરવામાં મદદ કરે છે. હ્રદય મજબૂત બને છે.
ડુંગળી વિટામિન સીનો સારો સ્ત્રોત છે. આ ખાવાથી ઈમ્યૂનિટી વધે છે. દરરોજ ડુંગળી ખાવાથી શરીરને ઈન્ફએક્શન સામે લડવામાં મદદ મળે છે અને બીમારીઓ દૂર રહે છે. ડુંગળી ખાવાથી હાડકાની સેહત સુધરે છે. એક્સપર્ટ અનુસાર ડુંગળી હાડકાને મજબૂત બનાવી શકે છે.