Site icon Revoi.in

જો ખોરાક આ પ્રકારે લેવામાં આવે તો ત્વચામાં આવે છે ગ્લો

Social Share

કેટલીક સ્ત્રીઓ અને સાથે હવે તો પુરુષો પણ પોતાની ચહેરાની ત્વચા માટે અનેક પ્રકારની ટ્રિટમેન્ટ અને સારવાર કરાવતા હોય છે. તમામ લોકોને આજના સમયમાં ચમકતી ત્વચા જોઈએ છે પણ કેટલાક લોકોને તે પ્રકારનું પરિણામ મળતું નથી, હવે આ લોકોએ ઘરેલું ઉપાયનો ઉપયોગ કરવો જોઈએ, તે લોકોએ પોતાના ખોરાકમાં બદલાવ કરવો જોઈએ.

હળદરનું દૂધ લાંબા સમયથી તમામ સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે પરંપરાગત ઉપાય રહ્યું છે. તે તમારી ત્વચાને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે. તે સનટેનને દૂર કરવા માટે પણ જાણીતું છે. લીંબુ વિટામિન સી, બી અને ફોસ્ફરસથી સમૃદ્ધ છે. તે તમારી ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવવામાં મદદ કરે છે. લીંબુના કુદરતી એસિડ ત્વચાના મૃત કોષોને દૂર કરે છે અને ખામીઓને હળવા કરે છે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે અન્ય ફ્રુટ અને ફળોની તો બીટરૂટ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. તેઓ શરીરમાં મુક્ત રેડિકલ સામે લડે છે. બીટનો રસ પીવાથી લોહી અંદરથી શુદ્ધ થાય છે. તે ઝેર બહાર કાઢવામાં મદદ કરે છે. ત્વચાને ચમકદાર બનાવવા માટે તમે બીટનો રસ પી શકો છો.

દરેક વ્યક્તિ સુંદર અને હેલ્ધી સ્કીન ઇચ્છે છે. વ્યક્તિ જે પણ ખોરાક લે છે તેની સીધી અસર તેની ત્વચા પર પડે છે. દહીં લેક્ટિક એસિડ, જસત, બી વિટામિન્સ અને એન્ટીઓકિસડન્ટ્સથી સમૃદ્ધ છે. દહીં ત્વચાની સમસ્યાઓ માટે અસરકારક સારવાર છે. તમે દરરોજ એક વાટકી દહીં ખાઈ શકો છો.