Site icon Revoi.in

આઠમના ઉપવાસમાં ખાવો આટલી વસ્તુઓ, દિવસ દરમિયાન રહેશે એનર્જી

Social Share

હવે સાતમ આઠમનો તહેવાર નજીક છે ત્યારે તમે પણ ઉપવાસ કરી રહ્યા છો, તો તમારે તમારા સ્વાસ્થ્યનું પણ આસ્થા અને આદર સાથે ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને તમારે આખા નવ દિવસ માત્ર ફળો કે જ્યુસ પર જ ન રહેવું જોઈએ, પરંતુ તમારે એક સમય માટે ફાસ્ટ ફૂડ પણ ખાવું જોઈએ, તેનાથી તમારા શરીરમાં નબળાઈ આવતી નથી. સામાન્ય રીતે નવરાત્રિના ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ તે બધાને ખબર હોય છે, પરંતુ ઘણીવાર લોકો શું ન ખાવું જોઈએ તે અંગે મૂંઝવણમાં રહે છે.ઉપવાસ દરમિયાન કેટલીક વસ્તુઓ ખાવાની મનાઈ હોય છે જાણી લઈએ.

 

ઘઉં

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ઉપવાસમાં ઘઉંના લોટમાંથી બનેલી રોટલી અથવા તેમાંથી બનેલી કોઈપણ વસ્તુ ખાવાની મનાઈ છે. તમે ઘઉંને બદલે રાજગરાનો લોટ કે મોરૈયો ખાઈ શકો છો.

ચોખા

કેટલાક લોકો સેંધા મીઠું નાખીને ભાત પણ ખાય છે, જ્યારે તમને ખબર હોવી જોઈએ કે ચોખા એક અનાજ છે અને નવરાત્રિના ઉપવાસ દરમિયાન ચોખા ન ખાવા જોઈએ. કોઈપણ સ્વરૂપમાં ભાત ન ખાઓ.તેના બદલે મોરેયાનો કે સાબૂદાણાનો ઉપયોગ કરી શકો છો.

ઓટ્સ

કેટલાક લોકો ઉપવાસમાં ઓટ્સ પણ ખાય છે પરંતુ તમારે ઉપવાસમાં ઓટ્સ ન ખાવા જોઈએ. કોઈપણ ઉપવાસ દરમિયાન ઓટ્સ ખવાતા નથી એ ખોટી ગેરસમજ છે કે ઓટ્સ ખાય શકાય છે.તે એક અનાજ છે.

બ્રેડ

બ્રાઉન બ્રેડ હોય કે વ્હાઈટ બ્રેડ, નવરાત્રિના ઉપવાસ દરમિયાન બંને પ્રકારની બ્રેડ ખાઈ શકાતી નથી. જો તમે નવરાત્રિનો ઉપવાસ કરી રહ્યા છો તો રોટલીથી કે બ્રેડથી દૂર રહો.

સોજી કે રવો

નવરાત્રીના ઉપવાસ દરમિયાન સોજીનો હલવો ભૂલી જજો. ઉપવાસ દરમિયાન સોજીમાંથી બનેલી વાનગીઓ પણ ન ખાવી જોઈએ.

મકાઈનો લોટ

જો તમે કોઈપણ વાનગીમાં કોર્નફ્લોર ઉમેરી રહ્યા છો, તો આમ ન કરો કારણ કે નવરાત્રિના ઉપવાસ દરમિયાન કોર્નફ્લોર ખાવાની પણ મનાઈ છે.જો તમે ન જાણતા હોવ તો જાણીલેજો કે આઈસક્રિમ જેવી વસ્તુઓમાં પણ કોર્ન ફ્લોરનો ઉપયોગ થાય છે.