જમ્યા પછી ખાઓ આ ખાસ ઘરે બનાવેલ ચોકલેટ, જાણો રેસિપી
દરેકને ચોકલેટ ખાવાનું પસંદ હોય છે. આજે એવી રેસિપી વિશે જણાવીએ કે જે ચોકલેટની મદદથી બનાવવામાં આવે છે. તેને બનાવવાની રીત પણ સરળ છે.
હવે તમે ચોકલેટ ફજ ઘરે જ સરળતાથી તૈયાર કરી શકો છો.
નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને ચોકલેટ ખાવાનું પસંદ હોય છે.
આવી સ્થિતિમાં, હવે તમે ઘરે જ ખૂબ જ સરળ રીતે ચોકલેટ ફજ તૈયાર કરી શકો છો.
તેને બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં લોટ, ખાંડ, મીઠું, માખણ, બેકિંગ પાવડર, કોકો, વેનીલા એસેન્સ અને દૂધ નાખીને બરાબર મિક્ષ કરી લો.
હવે આ બેટરને ગ્રીસ કરેલી પ્લેટમાં મૂકો, પછી એક કડાઈમાં પાણી ઉકાળો.
આ પાણીમાં ખાંડ અને કોકો પાવડર નાખી ગેસ બંધ કરી દો. હવે આ પાણીને બટર પર રેડો અને તેને 40 મિનિટ માટે ઓવનમાં રાખો.
40 મિનિટ પછી, તમે તેને ઓવનમાંથી બહાર કાઢી શકો છો અને તમારા મિત્રો સાથે ચોકલેટ ફજ ખાઈ શકો છો.