શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિને સારી રાખવામાં અને શરીરને અંદરથી ગરમ રાખવું ખુબ જરુરી છે. એના માટે ઘણાબધા શારભાજી અને ફળો છે. પણ આ સુપરફુડ ખાવાથી વાયરલ રોગો હંમેશા દૂર રહેશે.
- ઘી
ભારતમાં દરેક ઘરમાં ઉપલબ્ધ સૌથી હેલ્દી ફુડ ઘી છે. ઘણા જાણકારો આને ખાવાની સલાહ આપે છે. ઘી માં વિટામિન એ, વિટામિન કે, વિટામિન ઈ, ઓમેગા 3, અને ઓમેગા 9, જેવા ફૈટી એસિડ મળે છે. શિયાળામાં તેને ખાવું ખુબ જ સાંરુ હોઈ શકે છે.
- આમળા
આમળાને ખરેખર શિયાળાનું સુપરફુડ ઘણી શકાય. આમાં ઘણા ખરા સ્વસ્થ પોષક તત્વો અને વિટામિન જોવા મળે છે. ખાસ કરીને વિટામિન સી ની મોટી માત્રા હોય છે. જે આપણામાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
- શક્કરિયા
શક્કરિયા પણ આ ઋતુમાં ખુબજ ફાયદા કારક હોય છે. આમાં ફાઈબરનું પ્રમાણ ખુબ જ હોય છે. સાથે જ આમાં વિટામિન એ અને પોટેશિયમની માત્રા હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
- ગોળ
શિયાળામાં ગોળ અથવા તેનાથી બનેલી વસ્તુઓ તબિયત માટે ખુબ જ ફાયદાકારક છે. આમાં આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ મળે છે. આને ખાવાથી ફેફસા સાફ થાય છે, અને શરીરમાં ગરમી આવે છે.
- સુકા ફળો
રોજ સુકા ફળો ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે. સાથે જ આ શિયાળામાં ઠંડીથી બચવામાં મદદ કરે છે. બદામ અને અખરોટ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
- હળદર વાળુ દૂધ
દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન,અને વિટામિન બી12 ખુબજ માત્રામાં મળે છે. સાથે જ હળદર એક ઈંફ્લામેટરી અને એંટી ઓક્સિડેટીવ એજંટ છે. શિયાળમાં સ્વસ્થ્ય રહેવા માટે આ બંન્ને ને મિલાવીને પીવાથી ખુબજ ફાયદો થાય છે.