બાવળનો ગુંદર અને પાન સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી, જાણો તેનું સેવન કરવાથી થતા ફાયદા
આમ તો બાવળનું નામ આપણે સૌ કોઈએ સાંભળ્યું જ હશે , તો આજે વાત કરીશું બાવળના ગુંદર અને તેના પાન વિશે, જે અનેક ઓષધી ગુણોથી સભર છે,તેના ઉપયોગથી ઘણા ફાયદાઓ થાય છે, આ ગુંદરના ફાયદા તમારા સ્વાસ્થય માટે ખૂબજ જરુરી છે આ સાથે જ તનારી તંદુરસ્તીનું કારણ પણ આ ગુંદર બની શકે છે.
આ સાથે જ વાત કરીએ બાવળની પત્તીની જે દેખાવમાં ઝીણી અને સ્વાદમાં તુરી હોય છે અને તેમજ આ ફુલ નાની દડી જેવાં હોય છે અને તેમજ લાંબી રુંવાટીવાળાં, પીળાં અને સહેજ સુગંધીવાળાં હોય છે જેમાં કહેવાય છે કે આ તેની શીંગને બાવળના પડીયા કે પૈઈડા કહે છે અને તેમજ તેના વૃક્ષમાંથી સફેદ કે સહેજ રતાશવાળો ગુંદર નીકળે છે અને તેનો ઉપયોગ કમરના દુખાવામાં અને વસાણામાં વપરાય છે
બાવળની ડાળખીઃ-
બાવણનું દાંતણ જે રીતે દાંતને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે એજ રીતે ગુંદર પણ શરીરને ઘણા ફાયદા કરાવે છે.કાંટાળો બાવળ ખરેખર ખુબ કામ ની વસ્તુ છે, આ ગુંદર દાંત ના રોગોમાં અકસીર છે અને તેમજ પાયોરીયા હોય કે પછી દાંત દુખતા હોય આ બાવળના દાંડાને ચાવવાથી દૂખાવો મટે છે
બાવળના પાનઃ-
બાવળના પાનને સુકાવીને તેવો પાવડર દાંત પર વલગાવવાથઈ પણ દુખાવામાં રાહત મળે છે.આ સાથએ જો કઈ વાગ્યુ હોય તો વાવળનો ગુંદર લગાવવો જોઈએ તેનાથી લોહી વહેતુ તરત બંધ થઈ જશે
આ સાથે જ ખાસી આવતી હોય ત્યારે સુકવેલા બાવળના પાનનું સેવન કરવાથી ખાસીમાં મોટી રાહત મળે છે.
બાવળના પડીયાનું ચુર્ણ 1-1 ચમચી દીવસમાં ત્રણ વાર ખાવાથી કે ઘા ચાંદા કે દુઝતા હરસ પર લગાડવાથી વહેતું લોહી અટકે છે
બાવળનો ગુંદરઃ-
આ બાવળનો ગુંદર વાનો રોગ મટાડે છે તેની સાથે સાથે આ મહીલાઓને શક્તી પણ આપે છે અને તેમજ આ પ્રદરનો રોગ મટાડે છે .
મોંઢામાં અવાર નવાર ચાંદાં પડતાં હોય છે અને તેમજ આ દાંતના પેઢાં મસુડાં ફુલી જતાં હોય તેમજ મોંમાંથી વાસ આવતી હોય અને જો દાંત હલતા હોય અને લોહી નીકળતું હોય તો પણ આ ગુંદર લગાવવાથી આ તમામ રોગોમાં રાહત મળે છે.
આ સાથે જ જે લોકો વ્યસન કરતા હોય અને તેનું મોઢું ખુલતું નહોય તો રઆ બાવળના પૈઈડા તે ખોલી આપે છે ,તેને ગુટખાની જેમજ દીવસમાં સાત વાર દર કલાકે ચાવીને મોઢામાં તેના રસને મોં માં ભરી ને મોઢાની અંદર જ મમળાવવો તેનાથી ખૂબ ફાયદો થાય છે.