શિયાળશાની ઋતુમાં બોર ખાવાથી પણ આરોગ્યને ફાયદો થાય છે
સામાન્ય રીતે બોર ખાવાથી આપણ કહીએ છીે કે ખાસી થાય છે ,જો કે બોર આપણા આરોગ્યને ઘણો ફાયદો પણ પહોંચાડે છે,ડી બોરડીનાં પાન વાટી ચટણી જેવું બનાવી ઘીમાં શેકીને સીંધવ નાખી ચાટી જવાથી બેસી ગયેલો અવાજ તથા ઉધરસ મટે છે.આ નાના ફળોમાં વિવિધ એન્ટીઑકિસડન્ટો અને વિટામિન સી મળી આવે છે. એ જ રીતે બોરમાં આયર્ન, પોટેશિયમ અને કેલ્શિયમનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે.
બોર એક એવું જ ફ્રુટ છે જેની લગભગ તમામ નાની મોટી ઉંમરના લોકો રાહ જોતા હોય છે. દુનિયામાં મોટાભાગે દક્ષિણ એશિયાના દેશોમાં જ બોરની ઉપજ થાય છે. તેના ફાયદા પણ ઘણા છે જેમાં પાચન ક્રિયાથી લઈને સૂવા સુધીની ક્રિયામાં બોર ફાયદાકારક પુરવાર થાય છે.
બોર મેટાબોલિઝમ વધારવા અને વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આમાં મળતા ડાયેટરી ફાઈબર વજન ઘટાડવા અને સારી પાચનક્રિયા માટે ફાયદાકારક છે.
બોર કેલ્શિયમથી ભરપૂર હોવાથી તે દાંત અને હાડકાંની મજબૂતાઈ વધારે છે.બોર ખાવાથી તણાવ ઓછો થાય છે અને ઊંઘ સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે. તે અનિદ્રા અને અનેક રોગોને મટાડે છે
બોરનો ઉપયોગ ઉંઘ ન આવવી કે પછી ઇન્સોમેનિયા જેવી બિમારીમાં ચીનમાં વર્ષોથી મેડિસિન તરીકે થાય છે.એક સર્વે મુજબ 22 ટકા ભારતીયો કબજિયાતથી પીડાય છે. ત્યારે બોરમાં રહેલા વધુ માત્રાના ફાઇબરથી તમારી આંતરડાની ડાઈજેશન સિસ્ટમ વધુ સારી બને છે અને કબજીયાતમાં રાહત મળે છે.
બોરમાં ખાસ વિટામિન સી ભરપૂર હોય છે, બોરનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ખોરાક બની શકે છે. બોર ખાવાથી વિટામિન સી સારી માત્રામાં મળી શકે છે.
છે અને તેથી જ તેને “નરકનો દરવાજો” કહેવામાં આવે છે.