સવારે ખાલી પેટે દેશી ઘી ખાવાથી થાય છે અઢળક ફાયદાઓ, જાણો કઈ બીમારીમાં કરે છે અસર
- દેશી ઘી સ્વાસ્થ્ય માટે ગુણકારી
- અનેક ફાયદા દેશી ઘી ખાવાના
દરરોજ સવારે દેશી ઘી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. આમ તો દેશી ઘી ઘણી રીતે ખાવામાં આવે છે શિયાળામાં અનેક પાક દેશી દીમાં જ બને છે પણ આજે દેશી ઘી ખાવાથી શું ફાયદાો થાય છે તે વિશે જાણીશું.
ખાલી પેટે દેશી ઘીનું સેવન પાચન તંત્રના કાર્યોમાં મદદ કરે છે, તે નાના આંતરડા માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘી ખાવાથી શરીરનું પીએચ લેવલ સંતુલિત રહે છે જે યુરિન ઈન્ફેક્શનને ઓછું કરવામાં મદદ કરે છે
ઘી ખાવાથી શરીરનું pH લેવલ સંતુલિત રહે છે, જે યુરિન ઈન્ફેક્શનને ઓછું કરવામાં મદદ કરે છે. ઘી કુદરતી એન્ટીઑકિસડન્ટોનો સ્ત્રોત છે, જે શરીરને ડિટોક્સિફાય કરે છે અને શરીરમાં ઓક્સિડેશન પ્રક્રિયાને ઠીક કરે છે.
આ સહીત ખઆલી પેટે એક ચમચી દેશી ઘી તમે ખાી શકો છો એથવા તો ચામાં નાખીને પી પણ શકો છો.તેનાથી મગજના કોષો પણ સક્રિય રહે છે, જે જ્ઞાનતંતુઓને પણ પ્રેરિત કરે છે. જ્યારે તમે નિયમિત રીતે થોડા દિવસો સુધી ખાલી પેટ પર દેશી ઘી ખાઓ છો, તો તેનાથી તમારી યાદશક્તિ પણ વધે છે અને તમે લાંબા સમય સુધી કોઈપણ વસ્તુ સરળતાથી યાદ રાખી શકો છો.
આર્થરાઈટિસના કારણે લોકોને હાડકાની નબળાઈ અને સાંધાના દુખાવાની સમસ્યા થવા લાગે છે. ઘીમાં ચરબીમાં દ્રાવ્ય વિટામિન સારી માત્રામાં હોય છે. આ સિવાય તેમાં ઓમેગા 3 ફેટી એસિડ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, આ બધું મળીને ઘી ને કુદરતી લુબ્રિકન્ટ બનાવે છે. જો તમે સાંધાના દુખાવા, આર્થરાઈટિસ કે ઓસ્ટીયોપોરોસીસની સમસ્યામાં ફાયદો કરે છે.