Site icon Revoi.in

ઉનાળામાં ફાલસા ખાવાથી આરોગ્ય રહે છે નિરોગી – જાણો તેને ખાવાથી થતા લાભ

Social Share

ફળ એટલે સામાન્ય રીતે જોઈએ તો દરેક ગુણોથી ભરપૂર ખોરાક, ખાસ કરીને બિમાર લોકોને ફળ ફળાદી ખવડાવવામાં આવે છે,જેમાં કેટલાક ફળો એવા હોય છે કે જે ખાવાથી માત્ર શરીરમાં રહેલા કેટલાક રોગોમાંથી મૂક્તિ પણ મળે છે.

ફાલસા એક એવું ફળ છએ કે જેને ઔષધીય ગુણોથી ભરપૂર ગણવામાં આવે છે. આ  ફાલસા. મધ્ય ભારતમાં વધુ  જોવા મળે છે,જે નાના-નાના બોર જેવો આકાર ધરાવે છે અને સ્વાદ તેનો થોડો ખાટ્ટમીઠો હોય છે

ફાલસામાં વિટામિન-સી ભરપૂર હોય છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ફૉસ્ફરસ, કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને લોખંડ પણ મળી આવે છે, જેના કારણે તેને સ્વાસ્થ્યનો ખજાનો મનાઈ રહ્યો છે. ખાસ કરીને ફાલસાના સેવનથી પેટના દુખાવો અને સાંધાના દુખાવો મટે છે.

ફાલસા ફળ ખાવાના અનેક ફાયદાઓ

ખાટા-મીઠા સ્વાદને કારણે ઘણા લોકો ફાલસા ખાવાનું પસંદ કરે છે. ફાલસા મુખ્યત્વે ઉનાળામાં જ મળે છે. ફાલસાની તાસીર ઠંડી હોવાને કારણે તે ઉનાળામાં શરીરને ઠંડુ રાખે છે.

ફાલસામાં આયર્નનું પ્રમાણ સમાયેલું હોય છે, જે એનીમિયાની સારવારમાં મદદરુપ  છે. શરદી, ખાંસી અને ગળામાં ખરાશ થતી હોય તેવા લોકોએ પણ ફાલસાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

ફાલસા ફળમાં ફાઇબરનું ભરપૂર પ્રમાણમાં સનાવેશ પામે છે. જેથી તે ખાવાથી પેટ દુખાવાથી રાહત મળે છે

ફાલસા ખાસ કરીને  એન્ટીઑક્સિડન્ટ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયર્નથી ભરપૂર હોય છે.

ફાલસા ગરમીમાં લાગતી લૂથી બચાવે છે. ફાલસા ખાવાથી ઉલટી થવી, ગભરામણ થવી, એકાએક તાવ આવવો, આ બધા લક્ષણોમાં આરામ મળે છે.

આ સાથે જ રોજ નાસ્તામાં ફાલસા ખાવાથી ચિડીયાપણું દૂર થાય છે. જો તડકાથી એલર્જી છે જો ફાલસા તેના માટે ખુબ અસરકારક ઈલાજ છે.

આ ફળમાં કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. એટલા માટે આ હાડકાંને મજબૂત કરવામાં ઘણું લાભદાયી હોય છે

ફાલસાના સેવનથી હાડકાંને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ મળે છે અને આ સાથે જ આ હાડકાંના ઘનત્વને પણ વધારે છે.