શિયાળો હોય કે ઉનાળો કેટલાક લોકો ગરેક ઋતુમાં વધૂ ઠંડુ પાણી પીવે છે. જો તમને પણ ઠંડુ પાણી પીવાની આદત છે, તો સાવધાન થઈ જાઓ. વધારે ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. શિયાળામાં જો તમે ઠંડુ પાણી પીઓ છો તો તે સેવાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ઉનાળામાં ફ્રીજમાંથી ઠંડુ પાણી પીવું કે બોટલમાં રાખીને પીવું સામાન્ય બાબત છે. શિયાળામાં ઠંડુ પાણી પીવાથી શરીરમાં ઘણી બીમારીઓ થઈ શકે છે. કેટલાક લોકો આઈસ્ક્રીમ અને ઠંડા પીણા પીવે છે. આવા લોકોને બતાવી દઈએ કે આવું બિલકુલ ન કરવું જોઈએ. કારણ કે તેનાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે. આપણે જાણીએ ઠંડી વસ્તું અને ઠંડુ પાણી પીવાથી થતું નુકશાન.
• સ્થૂળતા વધે
જો શિયાળામાં વધુ પડતો ઠંડો ખોરાક ખાઓ છો કે પાણી પીતા હોવ તો શરીરમાં જમા થયેલી ચરબીને ઓગળવામાં સમય લાગે છે. જેના કારણે સ્થૂળતા ઝડપીથી વધે છે. જો તમે સ્થૂળતા ઘટાડવા માગતા હોવ તો ઠંડુ પાણી પીવાનું ટાળો. તમે ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો કેમ કે તે ચરબીને ઓગાળે છે.
• હ્રદયના ધબકારા બદલવાનું જોખમ
શિયાળમાં ખૂબ ઠંડુ પાણી પીવાથી હ્રદયના ધબકારા વધી જાય છે. આ તમારી નર્વસ સિસ્ટમને નુકશાન પહોચાડી શકે છે. ઠંડા પાણીની સીધી અસર વેગસ નર્વ પર પડે છે. જેના કારણ હ્રદયના ધબકારકામાં ફેરફઆર થઈ શકે છે. હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
• પેટમાં ચેપ
પેટમાં કોઈપણ પ્રકારનું ઈન્ફેસ્શન હોય તો પાચનતંત્ર ધીમું પડી જાય છે. તેથી ઠંડુ પાણી પીવાનું ટાળો. ઠડુ પાણી પીવાથી પેટ ચુસ્ત બને છે. પોટમાથી અવાજ આવવા લાગે છે. આ ગંભીર રોગોનો સંકેત હોઈ શકે છે.