ઓછું મીઠું ખાવાથી હેલ્ધી રહે છે કિડનીના સેલ્સ, રિસર્ચમાં થયો ખુલાસો
મીઠું ઓછું ખાવું ઘણા મામલામાં ફાયદાકારક છે. રિસર્ચ મુજબ જો તમે ઓછું મીઠું ખાઓ છો તો કિડનીના સેલ્સને સુધારવાવ માટે ખૂબ ફાયદાકારક છે. અમેરિકા સાઈંડિસ્ટ મુજબ ઓછું મીઠું ખાવાથી કિડનીના સેલ્સ સુધારી શકાય છે. ઓછું મીઠું ખાવાથી પણ શરીરની બ્લોટિંગની સમસ્યા દૂર થઈ શકે છે. વધારે મીઠું ખાવાથી શરીરમાં ઘણા પ્રકારની દિક્કત આવવા લાગે છે.
શરીરમાં વધારે સોડિયમ હોવાથી બ્લડ પ્રેશર હાઈ થઈ શકે છે. તેના લીધે હાર્ટની બીમારી, ગેસ્ટિક કેન્સર, મોટાપો, ઓસ્ટીયોપોરોસીસ, મેનિયર્સ ડિસીઝ અને કિડનીની બીમારીનું જોખમ વધી જાય છે. આવામાં વ્યક્તિએ વધારે મીઠું ખાવાનું ટાળવું જોઈએ.
શરીરમાં સોજો આવવોએ શરીરમાં સોડિયમના ઉચ્ચ સ્તરની નિશાની છે. WHO મુજબ, પુખ્ત વયના લોકોએ દિવસમાં ઓછાનાં ઓછા 2,000 મિલિગ્રામ કે 5 ગ્રામથી ઓછું મીઠું ખાવું જોઈએ. હદથી વધારે મીઠું સ્કિન માટે પણ ખુબ નુકશાનકારક સાબિત થઈ શકે છે.