ઉનાળામાં કાચી કેરી ખાવાથી થાય લૂ લાગતી નથી, જાણીલો કેરી ખાવાના અનેક ફાદાઓ
- કાચી કેરીમાં સમાયેલા છે અનેક ગુણો
- ગરમીથી રાહત આપે છે કાચી કેરી
- પાચન શક્તિને મજબૂત બનાવે છે
ઉનાળાની સિઝન અને હોળીનો તહેવાર આવતાની સાથે જ આંબા ઉપર નાની નાની કેરીઓ આવવા લાગે છે,જેને સૌરાષ્ટ્રમાં ખાસ ખાખડી તરીકે ઓળખાય છે, ખાખડી એટલે કે નાની કાચી કેરી, ઉનાળામાં કેરીનું સેવન ખૂબજ ફાયદો કરાવે છે,ગરમીથી રાહત આપવાથી લઈને એસિડિટીમાં પણ રાહત આપે છે.
કેરીને તો ફળોનો રાજા કહેવાય છે, જેમાં કાચી કેરી એક સ્વાસ્થ્યપ્રદ ફળ ગણાય છે જે તમે ગરમીઓ શરૂ થતા જ તમે તેનું સેવન કરી શકો છો. કાચી કેરી વજન ઓછું કરવામાં મદદગાર સાબિત થાય છે જ્યારે પાકેલી કેરીમાં મોટા ભાગમાં કેરેલીનું પ્રમાણ વધુ રહેલું હોય છે.
એક કાચી કેરીમાં અનેક સફરજન, અનેક કેળા, લિંબુ અને કેટલાક સંતરા જેટલું વિટામિન સી હોય છે. કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બિમારીઓને દુર કરી શકાય છે. કાચી કેરીને પાણી સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત નથી સર્જાતી.
ઉનાળામાં પાચન શક્તિને વધુ મજબૂત બનાવવા માટે કાચી કેરીનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. બીજી બાજુ કાચી કેરી ડાયાબિટીઝવાળા દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ઉનાળામાં લુ લાગવાનું જોખમ હોય છે અને તમે કાચી કેરીના સેવનથી તેનાથી બચી શકો છો. લીલી કેરી પોટેશિયમનો ખૂબ જ સારો સ્રોત માનવામાં આવે છે, જેના કારણે તે શરીરમાં સોડિયમની માત્રાને કંટ્રોલ માં કરીને તે શરીરમાં પાણીની અછતને પૂરું કરે છે. એટલા માટે ઉનાળાની ઋતુમાં કાચી કેરીનું સેવન ખૂબ જ ફાયદાકારક ગણાય છે.
સાહિન-