Site icon Revoi.in

સવારે નાસ્તામાં પલાળેલા કઠોળ ખાવાથી થાય છે અનેક ફાયદા, પાચન શક્તિ બને છે મજબૂત

Social Share

દરેક લોકોએ સવારનો નાસ્તો પેટભરીને કરવો જોઈએ આવું આપણ ેવડીલ પાસેથી ડોક્ટર પાસેથી સાંભળતા આવીએ છીએ પણ શા માટે તમે જાણો છે, કારણ કે આખી રાત દરમિયાન ભૂખ્યા હોવાથી પહેલા સવારે પેટમાં સારો હેલ્ઘી નાસ્તો પડવો જોઈએ જેથી દિવસ દરમિયાન એનર્જી મળી રહે છ,

આજકાલની જે ભાગદોડ વાળી લાઈફ છે તેમાં આપણે આપણા સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવાની જરુર છે,હેલ્ધી ખોરાક, કસરત અને ચનિયમિતપણે ચાલવાને આપણી આદત બનાવાની હવે જરુર છે ત્યારે કેટલાક અભ્યાસો દર્શાવે છે કે શરીરને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક ખોરાકનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. નાસ્તાના પોષક મૂલ્ય પર ખાસ ભાર મૂકવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટના મતે રાત્રે ખાલી પેટે લગભગ 8-10 કલાક પછી શરીરને એનર્જી માટે હેલ્ધી ડાયટની જરૂર પડે છે. આ જ કારણ છે કે ફણવાગેલા કઠોળનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.

જાણો ફણગાવેલા કઠોળ ખાવાથી થતા અનેક લાભો

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે અનાજને અંકુરિત કરીને તેનું સેવન કરવું વધુ ફાયદાકારક છે. પોષણશાસ્ત્રીઓના મતે, અનાજને પાણીમાં પલાળવાથી તેના બાહ્ય શેલ અને પટલને નરમ પાડે છે, જેનાથી તેમાં રહેલા પોષક તત્વોનું યોગ્ય રીતે પોષણ થાય છે. તે ગેસ પેદા કરતા સ્ટાર્ચને પણ દૂર કરે છે. ચતો ચાલો જાણીએ ફણગાવેલા કઠોળ કઈ રીતે ફઆયદાકારક છે.

ન્યુટ્રિશનિસ્ટ્સના મત પ્રમાણે અંકુરિત અનાજ તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે છે. એવું માનવામાં આવે છે કે તે પાચનમાં મદદ કરે છે અને આંતરડા ચળવળની પ્રક્રિયાને સરળ બનાવે છે.

ફણગાવેલા કઠોળનું સેવન કબજિયાતને રોકવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે સ્પ્રાઉટ્સમાં ફાઈબરથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો.

આ સાથે જ ફણગાવેલા કઠોળમાં ફાઈબરની માત્રા વધુ હોય છે અને કેલરી ઓછી હોય છે. ફણગાવેલા કઠોળ ખાવાથી તમારું પેટ ભરેલું લાગશે, જેનાથી વધુ પડતું ખાવાની ઈચ્છા થતી નથી, આ પદ્ધતિ વજન ઘટાડવામાં ઘણી અસરકારક સાબિત થઈ શકે છે.

આ સિવાય અંકુરમાં હાજર અનાજ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે સરળતાથી વજન ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે.

ફણગાવેલા કઠોળ વ્યક્તિ પર્યાપ્ત માત્રામાં વિટામિન A અને C મેળવી શકે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે જરૂરી માનવામાં આવે છે.

આ પ્રકારના કઠોળમાં વિટામિન એનું પ્રમાણ દસ ગણું વધી જાય છે. વિટામિન Aની વધુ માત્રા શરીરમાં શ્વેત રક્તકણોનું ઉત્પાદન વધારે છે, જેનાથી ચેપ, સામાન્ય શરદી, ફ્લૂ જેવી સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે.

આ સાથે જ આયર્નની ઉણપ એનિમિયાનું કારણ બની શકે છે. આનો સામનો કરવા માટે, તમે તમારા આહારમાં ફણગાવેલા કઠોળનો સમાવેશ કરી શકો છો.

પલાળેલું કઠોળ આયર્નની સાથે અન્ય ઘણા પોષક તત્વોની સપ્લાય કરવાની ક્ષમતા હોય છે. આ જ કારણ છે કે તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.