તહેવારમાં મીઠાઈ પણ ખાવી છે અને સ્વાસ્થ્યની પણ ચિંતા છે? તો જાણકારી તમારા માટે
આપણા દેશમાં તહેવારની સીઝન એટલે કે મીઠાઈનો પર્વ, લોકો એમ પણ કહે છે કે તહેવારોના દિવસે આપણા દેશમાં મીઠાઈ એટલા માટે ખવડાવવામાં આવે છે કારણ કે બે વ્યક્તિ અને પરિવાર વચ્ચે સંબંધો મીઠાશભર્યા રહે. આવામાં કેટલાક લોકોને સ્વાસ્થ્ય બગડી જવાની ચિંતા હોય છે અને તેના કારણે મીઠાઈને ખાવાનું ટાળતા પણ હોય છે પણ હવે તે લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી.
શું તમને એનર્જી બુસ્ટિંગ મોદક વિશે ખબર છે ? તો ખબર નથી તો જાણો કે આ માટે તમારે 500 ગ્રામ કોળું, એક નાની ચમચી ઘી, 200 ગ્રામ ખાંડ, કેસર, 100 ગ્રામ મિલ્ક પાવડર, 50 ગ્રામ નારિયેળ પાવડર અને 50 ગ્રામ બારીક પિસ્તાની જરૂર પડશે. તેને બનાવવા માટે સૌ પ્રથમ કોળાને પીસીને ઘીમાં તળી લો. થોડી વાર પછી તેમાં ખાંડ ઉમેરો અને જ્યારે ખાંડ પાણી છોડી દે ત્યારે તેમાં મિલ્ક પાવડર, કેસર, બદામ અને નારિયેળ ઉમેરો. સારી રીતે શેક્યા પછી, તેને થોડું ઠંડુ થવા દો અને પછી તેને મોદકનો આકાર આપો.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે પ્રોટીન મોદક રેસીપીની તો તેના માટે તમારે ચણાનો લોટ, બદામ, ઈલાયચી પાવડર અને ખજૂરની બારીક પીસેલી જરૂર પડશે. તેને બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં દેશી ઘી લો અને તેમાં ચણાનો લોટ શેકી લો. તેમાં શેકેલી બદામનો પાઉડર ઉમેરો. આ પેસ્ટમાં એલચી પાવડર ઉમેરો અને તેને સારી રીતે બ્લેન્ડ કરો અને હવે તેને તમારી પસંદગી મુજબ મોદકનો આકાર આપો.
ઉલ્લેખનીય છે કે લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.