Site icon Revoi.in

ગરમીમાં તાડના ઝાડનું ફળ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અનેક ફાયદા, તાડફળી કે ગલેલીના નામથી આ ફળ જાણીતું

Social Share

આપણે સૌ એ તાડી નામ તો ઘણું સાંભળ્યું હશે જેને પીવાથી નશો ચઢે છે,આ સાથે જ તાળના ઝાડ પર થતું ફળ તાળફળી કે જેને ગલેલી તરીકે પણ ઓળખવામાં આવે થે,જે ગરમીમાં આવે છે તેને ખાવાથઈ ઘણા ફાયદાઓ થાય છે.

આ રીતે જોવા જઈએ તો તાડનું ઝાડ બે જાતના પીણા આપે છે તો એક જાતનું ફળ આપે છે, ખાસ કરીને શીયાળામાં તાડના ઝાડનો રસ સવારે ખાલી પેટે પીવામાં આવે છે જે સ્વાદમાં મીઠો હોય છે જેને નીરો તરીકે આળખાય છે,જ્યારે આ નીરાને વધારે કલાક તાપમાં રાખવામાં આવે તો તે ખાટ્ટો થાય છે અને તાળીનું સ્વરુપ લે છે જેનાથી નશો ચઢે છે,અને આ તાળ પર લાગતું ફળ નાના નારિયેળ જેવું હોય છે જેની અંદરથી 3 કે 4 તાળફળી નીકળે છે જે તેનું ફળ છે જેને ખાવાથી ઘણા લાભ થાય છે.

જાણો તાડફળી ખાવાના ફાયદા

ગરમીમાં તાડફળી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તાડફળી શરીરને ઠંડક આપીને તાજગી પૂરી પાડે છે. ગર્ભવતી મહિલાને હંમેશા કબજિયાત કે પેટના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. આ તકલીફથી છુટકારો મળે છે.

તાડફળીના ફળ ઘણા મહત્વના પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. તે શરીરમાં પાણીની ઉણપ દુર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે.
તાળફળીના સેવનથી પાચન ક્રિયા સારી રીતે કામ કરે છે.પેટની સમસ્યામાં રાહત મળે છે. એસીડિટીમાં પણ આ ફળ રાહત આપે છે.

તાળફળીમાં કેલ્શિયમ પુરતા પ્રમાણમાં હોય છે જેથી તેને ખાવાથી હાડકાઓ પણ મજબૂત બને છે.આ સાથે જ આ પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ મળી આવે છે જે શરીરમાં ઉર્જા પૂરી પાડવાનું કામ કરે છે.

તાળફળી ખાવાથી શરીરમાં એનર્જી ભરપુર મળે છે તેમાંથી પાણી પુરતા પ્રમાણમાં મળી હે છે.જે તમારુ પેટ ભરેલું રાખે છે.આ સાથે જ તાડફળીમાં એથોસાયનિક નામનું ફાયટોકેમિકલ છે જે ગાંઠ અને સ્તન કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે.

તાડફળીના રસમાં ખાંડ મિક્ષ કરીને દર્દીને આપવાથી પેશાબની સમસ્યા જેવી કે પેશાબ તૂટક તૂટક આવવો, બળતરા થવી, પેશાબ કરતી વખતે દુખાવો થવો જેવી સમસ્યામાં રાહત થાય છે.પેટની બળતા પણ આ ફળ ખાવાથી દૂર થાય છે.