- પાલક અને ભાતને બીજી વખત ગરમ કરીને ન ખાવા જોઈએ
- બટાકા પણ ફરી ગરમ કરવાથી હેલ્થ બગાડે છે
ઘણા લોકોને એક વાર બનાવેલું ભોજન બીજી વખત ગરમ કરીને ખાવાની આદત હોય છે,સામાન્ય રીતે દરેક ગૃહિણીઓની માનસિકતા એવી હોય છે કે વાસી ભોજન જો ગરમ કરીને ખાઈશું તો નુકશાન નહી થાય છે કે કેટલીક ખઆદ્ય વસ્તુઓ એવી છે કે જેને તમે એક વખત રાંધી દો છો અને ફરી બીજી વખત ગરમ કરો છો તો તેમાં રહેલા તમામ પોષક તત્વો નાશ પામે છે,એટલું જ નહી આ ખોરાક ખાવાથઈ પછી તમારી હેલ્થ પણ બગડે છે.ઘણી વખત ગૃહિણીઓ કહે છે કે વાસી ભોજન ફેંકાય નહી આનમ કરીને ભોજનની બચત કરે છે પણ આ બચત એટલે કે બીજી વખત ગરમ કરીને ખાદ્ય ખોરાક ખાવો તે તમારી બચતને દવાના ખર્ચમાં ફેરવી શકે છે,તો ચાલો જાણીએ કયો ખોરાક ગરમ કરીને બીજી વખત ખાવાથી આરોગ્ય પર જોખમ વધે છે.
બટાકા
સામાન્ય રીતે દરેક લોકો કહેતા જ હોય છે કે બટાકા ખાવાથી ગેસ થાય છે, એમા પણ જો એક વખત તમે બટાકાનું શાક કે કોઈ અલગ વાનગી બનાવો છો અને ફરી તેને બીજી વખત ગરમ કરીને ખાવ છો તો ચોક્કસ તમે તમારી હેલ્થ સાથે ચેડા કરી રહ્યા છે.કેમ કે આવી સ્થિતિમાં ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમને પ્રોત્સાહન આપવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
પાલક, મેથીની ભાજી
આરોગ્યની દર્ષ્ટિએ પાલક અને મેથઈ ગુણકારી પાદંડાવાળઈ ભાજીઓ છે.પાલકને ખૂબ જ હેલ્ધી ફૂડ માનવામાં આવે છે, પરંતુ જો તેને રાંધ્યા પછી ફરીથી ગરમ કરવામાં આવે તો તેમાં કેન્સર પેદા કરતા પદાર્થો જન્મ લેવા લાગે છે, જેથી પાલકનું શાક કે કોી પણ વાનગી બચી જાય તો તેને ફએંકી દેજો પરંતુ બીજી વખત ગરમ કરીને ખાવાથી દૂર રહેજો.
રાઈસ
ભાક તે પછી ખિચડી બન્ને ચોખાનું ભોજન જો તમે એક વખત બનાવી દો છો અને પછી તે બચે અને બીજી વખત ગરમ કરીને ખાવો છો તો તે તમારા આરોગ્ય માટે ખૂબજ નુકશાન કારક સાબિત થાય છે, વાસી ભાતને ગરમ કરીને ખાવાથી ઉબકા આવવા, ઉલટી થવી ગેસ થવો જેવી સમસ્યા વધે છે અને પાચનક્રિયા પર તેની અસર પડે છે.એટલે જ્યારે પણ ભાત કે ખિચડી ખાવી હોય ત્યારે બનાવીને ગરમ ગરમ ખાઈ લેવી ,તેને મૂકી રાખી ફરીથી ગરમ ન કરવું