- ઘોળકા-બગોદરા હાઈવે પર અકસ્માતની ઘટના
- ઈકો કાર અજાણ્યા વાહન સાથે ભટાકઈ
- આ આકસ્તમાતમાં 5 લોકોના મોત થયા છે
- મૃતકોમાં ત્રણ મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે
અમદાવાદઃ- ઘોળકાથી બગોદરા જતો હાઈવે જાણે હવે દીવલેમ બની રહ્યો છે, આ માર્ગ પર અકસ્માતની ઘટનાઓ અવાર નવાર સર્જાઈ રહી છે,ત્યારે ફરી એક વખત આ હાઈવે 5 લોકોના જીવને ભરખી ગયો છે.ઈકો કાર કોઈ અજાણ્યા મોટા વાહન જોડે અથડાતા ઘટનામાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી પ્રમાણે ધોળકાથી બગોદરા હાઈવે પર ઈકો કારને અકસ્માત નડ્યો છે,જેમાં સનવારે ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હોવાના સમાચાર મળ્યા છે.
આ અકસ્માત થતાની સાથે જ 108ને જાણ કરાઈ હતી. જેમાં 108મા ઈજાગ્રસ્તોને પાસે આવેલી ધોળકાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સાથે જ ઘટનાની જાણ થતાં જ ધોળકા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.
આ સમગ્ર ઘટના અંગે પ્રાથમિક માહિતી એ સામે આવી રહી છે કે, ખેડા જિલ્લાના વારસંગના રહેવાસી ઠાકોર પરિવારના સભ્યો વારસંગથી બરવાળા ખાતે માતાજીનાં દર્શન કરવા માટે જતા હતા. આ દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી નજીક વહેલી સવારે ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષ એમ પાંચ લોકોનાં મોત નિપજ્યા છે.
ત્યારે હવે આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહીતી પ્રમાણે ઈકો ગાડીમાં ચાર બાળક, પાંચ પુરુષ અને છ મહિલા હતાં, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનું મોત થયું છે.