Site icon Revoi.in

શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર યોજાતા લોકમેળાઓ પર કોરોનાનું ગ્રહણ- આ વર્ષે પણ નહી યોજાય મેળાઓ

Social Share

 

અમદાવાદઃ ગુજરાતની સંસ્કૃતિની આગવી ઓળખ એટલે કે લોકમેળાો, ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં શ્રાવણ મહિનો આવતાની સાથે જ લોકમેળાોનું આયોજન થવા લાગે છે,જો કે વિતેલા વર્ષથી સમગ્ર દેશભરમાં કોરોનાની જે સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને આ લોકમેળાઓ યોજાવાના બંધ કરાયા છે, ત્યારે હવે સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ઉજવવામાં આવતા લોકમેળાઓ આ વરપ્ષ દરમિયાન પણ યોજાશે નહી.

ભક્તિનો મહિમા એટલે શ્રાવણ માસ, જ્યા ભક્તો દૂર દૂરથી સોમનાથ સહિત આજૂબાજૂના વિસ્તારોમાં સ્થિત મંદરોના દર્શન કરવા આવતા હોય છે, અને દર્શન કરવાની સાથે સાથે લોકમેળાઓનું મનોરંજન માણતા હોય છે.જો કે કોરોનાને ધ્યાનમાં લેતા આ વખતે પણ શ્રાવણ માસમાં અનેક મોટા તીર્થધામોમાં આરતીમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહી, શ્રાવણ માસમાં ધાર્મિક મેળાવડા યોજવા બાબતે સરકારની પ્રતિબંધ મૂકવાની યોજના પર વિચારણા કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 50 વર્ષો બાદ વિતેલા વર્ષ દરમિયાન ગુજરાતના લોકમેળાઓ રદ કરાયા હતા, ગુજરાતના પરંપરાગત મેળાઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે ,જો કે કોરોનાને ધ્યાનમાં લેતા વિત્લા વર્ષે પણ ભક્તો મેળાની મજા માણવાથી વંચિત રહ્યા હતા.

શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં 5 દિવસ સુધી વિવિધ મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં 5 દિવસમાં 10 લાખ લોકો મુલાકાત લેતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રભરમાં આશરે 100 જેટલા મેળાનું આયોજન થતું છે. ત્યારે હવે આ વર્ષે પણ લોકમેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં ત્રીજી લહેરની શંકાઓ વચ્ચે આ જાહેરા કાર્.ક્રમો રદ કરવામાં આવે તે દરેક માટે હીતની વાત છે, જેને લઈને સરકાર આ પ્રકારના મેળાવડાઓ પર પ્રતિબંધ મૂકી શકે છે.આ મેળાઓ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી ચૂકી છે.