- મધ્યપ્રદેશમાં કોરોનાએ રફ્તાર કપડી
- કોરોનાને લઈને તંત્ર એલર્ટ
ભોપાલ -કોરોના મહામારીની ગતિ ઓછી થયા બાદ હવે ફરી એક વખત દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણે જોર પકડ્યું છે. દૈનિક કેસોની સંખ્યામાં વધારો થયો છે. બુધવારે રાજ્યમાં કોરોનાના 417 નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાં પરિસ્થિતિ કથળતા જોઈને રાજ્યના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મહાશિવરાત્રી મહોત્સવના આયોજનને મર્યાદિત કરવા નિર્દેશ આપ્યા છે. આ વખતે મહાકાલ મંદિરમાં માત્ર 25 હજાર ભક્તોને પ્રવેશ મળશે. રાજ્યના અન્ય મોટા મંદિરોમાં ભક્તોની સંખ્યા પણ મર્યાદિત રાખવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં કોરોનાના 417 નવા કેસોના આગમન સાથે, રાજ્યમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 2 લાખ 62 હજાર 850 પર પહોંચી ગઈ છે. સૌથી વધુ 417 નવા કેસ 156 ઇન્દોરમાં અને 90 ભોપાલમાં જોવા મળ્યાં છે. હાલમાં 3097 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 1 હજાર 123 ઇન્દોર અને 567 દર્દીઓ ભોપાલમાં સારવાર લઈ રહ્યા છે.
18 થી 24 ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન 1 હજાર 980 કેસો મળી આવ્યા, જે 25 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધીમાં 28 ટકાથી વધીને 2537 થયા. ભોપાલમાં આ દર 24 ટકા વધ્યો છે. વાયરસના સંક્રમણને લઈને સરકારે લોકોને એલર્ટ કરી દીધા છે.
પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તમામ જિલ્લાઓને સૂચના આપી છે કે મહાશિવરાત્રિનો તહેવાર સાત દિવસ પછી યોજાયઈ રહ્યો છે, તેથી ધાર્મિક કાર્યક્રમોમાં લોકોની સંખ્યા મર્યાદિત રેહવી જોઈએ.
ઉજ્જૈનમાં મહાશિવરાત્રીના તહેવાર પર સામાન્ય રીતે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ એકઠા થાય છે. તે જ સમયે, આ વર્ષે કોરોનાના સંક્રણને જોતા અંદાજિત સંખ્યા 20 થી 25 હજાર સુધી રાખી શકાય છે. અન્ય મોટા મંદિરોમાં પણ ભક્તોને મર્યાદિત રાખવાની સૂચના આપવામાં આવી છે.
સાહિન-