અમરનાથ યાત્રા પર લાગ્યૂ કોરોનાનું ગ્રહણઃ- નહી થાય યાત્રાનું આયોજન,આરતીનું કરાશે લાઈવ પ્રસારણ
- અમરાનાથ યાત્રા આ વર્ષે પમ નહી યોજાઈ
- કોરોનાના કારણે લેવાયો મહત્વનો નિર્ણય
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે,જેમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો હતો, જો કે છ્લાલ ઘણા સમય પછી કેસ ઓછા થતા જોવા મળી રહ્યા છે, આ કોરોનાની અસર અનેક ક્ષેત્ર પર પડેલી જોઈ શકાય છે, તો બીજી તરફ વિતેલા વર્ષ દરમિયાન પણ કોરોનાના કારણે અમરનાથ યાત્પા સ્થગિત કરાઈ હતી ત્યારે આ વર્ષ દરમિયાન પણ અમરનાથ યાત્રાનું આયોજન રદ કરવામાં આવ્યું છે, કોરોનની સ્થિતને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વર્ષ દરમિયાન પણ વિતેલા વર્ષની જેમ અહીં પણ છડી યાત્રા સાથે પરંપરાગત પૂજા-અર્ચના કરવામાં આવશે. જો કે, આ વખતે પણ બાબા બર્ફાનીની આરતી પવિત્ર ગુફાથી લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે યાત્રા ન કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરવાનો પ્રસ્તાવ પણ હાલમાં અસ્વીકાર કરવામાં આવ્યો છે કારણ કે તે સામાન્ય લોકોની પહોંચની બહાર છે.
શ્રાઈન બોર્ડ સાથે સંકળાયેલા અંગત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોરોના સંક્રમણને ખાસ ધ્યાનમાં રાખીને, અમરનાથ યાત્રા ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, તમામ પરંપરાગત પૂજાઓ પહેલાની જેમ ચાલુ રહેશે. છડી નીકાળવામાં આવશે અને પૂજા પણ જ્યેષ્ઠા પૂર્ણિમાના દિવસે જ કરવામાં આવશે. આ વર્ષે શ્રાઈન બોર્ડે અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસે લેફ્ટનન્ટ ગવર્નર અને અન્ય લોકો બાબા બર્ફાનીને પ્રાર્થના કરશે.
અમરનાથ યાચત્રા રદ થવાને લઈને સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વખતે બાબા બર્ફાનીનાં દર્શન માટે શ્રીનગરથી જ હેલિકોપ્ટર સેવા શરૂ કરવાનો વિકલ્પ શોધવામાં આવી રહ્યો છે. તે માટે ટેન્ડર પણ મંગાવવામાં આવ્યા હતા. આ માટે તારીખ 31 મે સુધી લંબાવવામાં આવી હતી. રસ ધરાવતી કંપનીઓના ઊમચા ભાડાને કારણે હવે આ દરખાસ્તને ના મંજૂર કરવામાં આવી છે. બોર્ડ પ્રશાસને બાબાના દરે સવારે અને સાંજની આરતીનું જીવંત ટેલિકાસ્ટ માટેની પણ વ્યવસ્થા કરી છે. પવિત્ર ગુફાથી આરતી નિયમિત રીતે લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. બાબા ભોલેના ભક્તો દેશભરમાંથી મા વૈષ્ણોની જેમ આરતીનું જીવંત પ્રસારણ જોઈ શકશે.