- રાજામોલીની ફિલ્મ આરઆરઆર પર કોરોનું ગ્રહણ
- 7 જાન્યુઆરીએ હવે નહી થાય રિલીઝ
- દર્શકો આતુરતાથી આ ફિલ્મની જોઈ રહ્યા છે રાહ
મુંબઈઃ- સમગ્ર દેશમાં જે રીતે કોરોનાના કેસોમાં ઉછઆળો થી રહ્યો છે તેની અસર ફિલ્મ જગત પર પણ દેખાવાની શરુ થઈ છે, થોડા સમય પહેલા જ શાહીદ કપૂર અને મૃણાલ ઠાકુરની ફિલ્મ જર્સીની રિલીઝ ડેટ ટાળવામાં આવી હતી ત્યારે હવે રાજામોલીની મોસિટ એવોઈટેડ ફિલ્મ આરઆરઆરની રિલીઝ ડેટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.
રાજામૌલી જેવા મહાન ડાયરેક્ટરની મેગા બજેટ ફિલ્મ ‘RRR’ ની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે. આ ફિલ્મ 7 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાના વધતા જતા કેસોને જોતા ફિલ્મની રિલીઝ અટકાવી દેવા. છે. જોકે, નવી રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે મોસ્ટ એવોઈડેટ આરઆરઆર ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ઉપરાંત હિન્દીમાં પણ રિલીઝ થવાની છે. એવું માનવામાં આવે છે કે કોરોનાની ત્રીજી લહેર પછી ઘણા શહેરોમાં થિયેટર બંધ કરી દેવામાં આવ્યા છે. ઘણા શહેરોમાં કર્ફ્યુ લાગુ છે. ’83’ના અપેક્ષિત કરતાં ઓછા કલેક્શનને ધ્યાનમાં રાખીને,
ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મને હમણા રિલીઝ ન કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે કારણ કે એવી સ્થિતિમાં દર્શકોની સંખ્યા પર એસર પડી શકા તે વાત સ્વાભાવિક છે.,હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ અનેક મીડિયા પ્લેટફોર્મ પર આ સમાચાર જોરશોરમાં ચાલી રહ્યા છે, જો કે સત્તાવાર નિવેદન બાદ જ આ સચમારાચ સાચા સાબિત થઈ શકે.