માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા આસામમાં ઇકો-ફ્રેન્ડલી વાંસના અવરોધો ઉભા કરાયાં
નવી દિલ્હીઃ ભારતમાં ઝડપથી રસ્તાઓ અને એક્સપ્રેસ વેનું નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે ભારતના રાજ્યો અને વિવિધ જિલ્લાઓ જોડાઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રસ્તાઓ પર થતા અકસ્માતો ઘટાડવાનો માર્ગ સૂચવ્યો છે. નીતિન ગડકરીએ રાજ્યસભામાં હાઈવે પર ટ્રક અને વાહનોને બચાવવા અને અકસ્માત ઘટાડવા માટે એક યોજના રજુ કરી હતી.
નીતિન ગડકરીને રાજ્યસભામાં પૂછવામાં આવ્યું કે, કેન્દ્ર સરકાર કાશ્મીરમાં ઘણું કામ કરી રહી છે, પરંતુ તેમ છતાં રસ્તાઓ પર અકસ્માતો ઓછા નથી થઈ રહ્યા. રાજ્યસભામાં પ્રશ્નો પૂછતાં એક સભ્યએ જણાવ્યું હતું કે ઘણીવાર ટ્રકનો અકસ્માત એટલો ગંભીર હોય છે કે અકસ્માત સર્જાતો અવરોધ અટકતો નથી. જ્યારે તેઓ લપસીને નીચે પડે છે, ત્યારે કશું મળતું નથી.
આ સવાલનો જવાબ આપવા નીતિન ગડકરી કહ્યું કે પહાડી વિસ્તારોમાં અકસ્માતો ખૂબ જ વધારે છે, આ બિલકુલ સાચું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પહેલા લોખંડના બેરિયર હતા જે ભારે અકસ્માતોને રોકી શકતા ન હતા, પરંતુ હવે નવી ટેક્નોલોજી આવી છે. આમાં કોંક્રીટમાં પ્લાસ્ટિક રાઉન્ડ મશીન લગાવવામાં આવ્યું છે, જે કોઈપણ મોટી દુર્ઘટનાના દબાણને સહન કરી શકે છે અને પછી ટ્રક ગમે તેટલી જોરથી અથડાય તો પણ નીચે પડતી નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ઉત્તરાખંડ, હિમાચલ, કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ જેવા પહાડી વિસ્તારોમાં આ પ્રકારની દુર્ઘટના વારંવાર થાય છે.
નીતિન ગડકરીએ કહ્યું કે આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ હવે કેટલીક જગ્યાએ કરવામાં આવ્યો છે અને આ પ્રકારના અકસ્માતોને વધુ કેવી રીતે ઘટાડી શકાય તે માટે અમારો શ્રેષ્ઠ પ્રયાસ રહેશે. નીતિન ગડકરીએ વાંસના ઇકો-ફ્રેન્ડલી અવરોધનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, આસામમાં આજકાલ ઇકો-ફ્રેન્ડલી વાંસના અવરોધો બનાવવામાં આવી રહ્યા છે, જે આદિવાસીઓને કામ આપશે.