Site icon Revoi.in

ઈકો ફ્રેન્ડલી અભિયાન: હૈદ્રાબાદમાં અનોખું સ્ટાર્ટઅપ શરૂ થયુ

Social Share

હૈદ્રાબાદ:  વિશ્વના તમામ દેશો માટે એક મોટો પડકાર જો કાંઈ બની રહ્યું હોય તો તે છે પ્લાસ્ટિક. આ એક એવો પદાર્થ છે કે જેને જમીનમાં રાખવાથી પણ તેને કાંઈ થતુ નથી. પાણીમાં નાખવાથી પીગળતુ કે ઓગળતું નથી અને બાળવાથી પ્રદૂષણ કરે છે. તો હવે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય તે માટે હૈદ્રાબાદમાં એક સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યું છે જેમાં તેઓ પાણીને પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ પેપર બેગમાં આપશે.

હૈદરાબાદ સ્થિત એક સ્ટાર્ટ-અપ દ્વારા પર્યાવરણના રક્ષણ માટે મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. તેના અંતર્ગત વધી રહેલા પ્લાસ્ટિક વેસ્ટને અને પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિકની બોટલના બદલે પાણીની ઈકો ફ્રેન્ડલી બોટલ તૈયાર કરવામાં આવી છે. મતલબ કે હવે પ્લાસ્ટિકના બદલે પેપર બેગમાં પાણી મળશે.

આ સ્ટાર્ટઅપને શરૂ કરનાર સહ-સંસ્થાપક સુનીથે જણાવ્યું કે એક વ્યક્તિ જે લાંબી મુસાફરી કરી રહ્યો હોય તે એક લીટર પાણીની ઓછામાં ઓછી 5 બોટલ ખરીદે છે. આ પ્લાસ્ટિકની બોટલ્સમાંથી 10 ટકા કરતા પણ ઓછી બોટલ્સનું રિસાઈક્લિંગ થાય છે જે એક ખૂબ જ ગંભીર મુદ્દો છે. આ મુદ્દાનું સમાધાન શોધવા માટે તેમણે કાર્ડબોર્ડ બોક્સનો ઉપયોગ કરીને પાણી પેક કરવાનું શરૂ કરી દીધું છે.

સુનીથે જણાવ્યું કે, હાલ પેપર બેગ પાણીના ડબ્બા 5 લીટર અને 20 લીટર એમ બે પ્રકારે ઉપલબ્ધ છે. 5 લીટર પાણીના કેરબા માટે 75 રૂપિયા જ્યારે 20 લીટર પાણીના કેરબા માટે 120 રૂપિયા કિંમત નક્કી કરવામાં આવી છે.