Site icon Revoi.in

શ્રીલંકામાં આર્થિક સંકટઃ ખાદ્ય ચીજવસ્તુઓ 22.1 ટકા મોંઘા થયાં

Social Share

દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા માટે નવા કેલેન્ડર વર્ષની શરૂઆત જ ખરાબ થઈ છે. છેલ્લા કેટલાક વર્ષોથી શ્રીલંકા આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. હવે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે શ્રીલંકા પાસે પુરતુ અનાજ પણ ઉપલબ્ધ નથી. લોકો પાસે 1 કિલો દુધ પાવડર લેવાના પણ પૈસા નથી. એટલું જ નહીં લોકો 100 ગ્રામથી વધારે દૂધ પાડવર ખરીદવા પણ સક્ષમ નથી.

શ્રીલંકા ક્ષેત્રફળ મામલે તમિલનાડુ કરતા લગભગ અડથું છે. અહીં લગભગ સવા બે કરોડની વસતી છે. શ્રીલંકની જીડીપીમાં પર્યટન ક્ષેત્રનું યોગદાન 10 ટકાથી વધારે રહ્યું છે. કોવિડ-19ને કારણે પહેલા પર્યટનને ભારે અસર પડી હતી. તેમજ બાકી ચીનના દેવાને પુરુ કરવામાં શ્રીલંકા બેવડુ વળી ગયું છે. ચીન અંગે એવી ઘારણા છે કે તે દેવા હેઠળ દબાયેલા દેશોને પહેલા ફસાવે છે પરંતુ પોતાની રીતે એ દેશમાં નીતિઓ બનાવે છે. શ્રીલંકાના હંબનટોટા પોર્ટ ચીનને 100 વર્ષ માટે લીઝ આપવામાં આવ્યું છે. શ્રીલંકા દેવુ નહીં ચુકવી શકતા પોર્ટને ચીનને સોંપવુ પડ્યું છે. જો કે, ચીનના દેવાની ચૂંકવણીનો આ અંત નથી.

શ્રીલંકામાં આર્થિક સંકટ હવે ગંભીર માનવીય સંકટમાં ફેરવાઈ રહ્યું છે. મોંઘવારી રેકોડ સ્તરે વધી છે અને ખાવા-પીવાની વસ્તુઓના હવે લોકોની પરિસ્થિતિ બાદ જતી હોવાનું લાગી રહ્યું છે. શ્રીલંકાની સરકારની તીજોરીના તળીયા દેખાવા લાગ્યાં છે. જેથી વર્ષ 2022માં દેવાડિયા જાહેર થાય તો બે મત નહીં. શ્રીલંકા સરકારની કમાન રાજપક્ષે પરિવાર પાસે છે. એક ભાઈ ગોટાભાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ છે. જ્યારે બીજા ભાઈ મહિંદ્રા રાજપક્ષે વડાપ્રધાન છે. રાજપક્ષે પરિવાર પાસે જ તમામ સત્તાઓ છે.

કોરોના મહામારી વચ્ચે પ્રવાસન વિભાગ પડી ભાગ્યો છે. બીજી તરફ સરકારી ખર્ચ અને ટેક્સની કટોકટીને કારણે સરકારી ખજાનો ખાલી થઈ ગયો છે. બીજી તરફ દેવુ સતત વધી રહ્યું છે. વિદેશી મુદ્રા ભંડાર ઐતિહાસિક રૂતે સૌથી નીચા સ્તર પર પહોંચ્યું છે.

વિશ્વ બેંકના અનુમાન અનુસાર મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં પાંચ લાખ લોકો ગરીબી રેખા નીચે છે. નવેમ્બરમાં મોંઘવારી દર 11.1 ટકા પર પહોંચી ગયો હતો. ડિસેમ્બરમાં ખાવા-પીવાની વસ્તુઓ 22.1 ટકા મોંઘા થયાં હતા. શ્રીલંકા ખાવા-પીવાની વસ્તુઓનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકાની જનતા માટે 3 સમયનું ભોજન પણ મુશ્કેલ બન્યું છે. પરિસ્થિતિ એવી વિકટ બની છે કે, એક કિલો દુધ પાવડરના પેકેટમાંથી 100-100 ગ્રામના પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. લોકો એક કિલોનું પેકેટ ખરીદવા આર્થિક રીતે સક્ષમ નથી. લોકો 100 ગ્રામથી વધારે ખરીદી કરવા સક્ષમ નથી.