Site icon Revoi.in

શ્રીલંકામાં આર્થિક સંકટ, પેટ્રોલપંપ પર સેનાને તૈનાત કરવી પડી

Social Share

દિલ્હી:શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર અચાનક ઘટી જતા દેશમાં અનેક પ્રકારની સમસ્યા સર્જાઈ છે. લોકો પાસે હવે જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓને ખરીદવાના પણ રૂપિયા રહ્યા નથી. આખરે હવે દેશની સરકારે કેટલીક જગ્યાઓ પર સૈનાને તૈનાત કરી દેવી પડી છે અને લોકો કેટલીક વસ્તુઓ માટે પડાપડી કરી રહ્યા છે.

ઉર્જા મંત્રી ગામિની લુકોગેનું કહેવું છે કે પેટ્રોલ પંપો પર કોઈ અપ્રિય સ્થિતિ પેદા ન થાય તે માટે સેનાને અહીં તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. લોકો મોટા કેનમાં પેટ્રોલ લઈ જઈ બિઝનેસ કરી રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે પેટ્રોલ બધાને મળે.

શ્રીલંકામાં અનાજ, ખાંડ, શાકભાજીને લઈને દવાઓની ભારે કમી થઈ ગઈ છે. મોંઘવારીના કારણે લોકોના ખર્ચા ચારગણા વધી ગયા છે. પરંતુ તેમની આવક એટલી જ છે. સરકારને હાલ અનાજ, તેલ, અને દવાઓની ખરીદી માટે દેવું કરવું પડી રહ્યું છે. ભારતે એક અબજ ડોલરની લોન આપવાનું વચન આપ્યું છે. જ્યારે ચીન પણ શ્રીલંકાને અઢી અબજની લોન આપી શકે છે.

એક રિપોર્ટ મુજબ 2022માં શ્રીલંકાએ સાત અબજ ડોલરનું દેવું ચૂકવવાનું છે. હાલની સ્થિતિ જોતા શ્રીલંકા ડિફોલ્ટર જાહેર થાય તેનું જોખમ તોળાઈ રહ્યું છે. સરકારે IMF પાસેથી પણ બેલઆઉટ પેકેજની ગુહાર લગાવી છે. જો તેમની આ ગુહાર માનવામાં ન આવે તો સ્થિતિ વધુ ખરાબ થશે.