Site icon Revoi.in

વર્ષ 2024-25માં આર્થિક વૃદ્ધિ દર 7 ટકા રહી શકે: RBI

Social Share

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં ભારતીય અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વૃદ્ધિ પામવાનું અનુમાન લગાવ્યું છે. નાણાંકીય વર્ષ 2023-24માં અર્થતંત્રે અનેક પડકારો છતાં સતત સ્થિતિસ્થાપકતા દર્શાવી છે.

આ રિપોર્ટમાં રિઝર્વ બેંકે એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીના સમયગાળા માટે કેન્દ્રીય બેંકની કામગીરીનો સમાવેશ કર્યો છે. રિઝર્વ બેંકે, નાણાકીય વર્ષ 2023-24 માટે જાહેર કરેલા તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 માટે 7.0 ટકાના વાસ્તવિક GDP વૃદ્ધિ દરના જોખમો બન્ને બાજુએ સમાન રીતે સંતુલિત રહેશે.

તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ભારતીય અર્થતંત્ર 1 એપ્રિલ, 2023 થી 31 માર્ચ, 2024ના રોજ સમાપ્ત થતા નાણાકીય વર્ષ 2023-24માં મજબૂત ગતિએ વિસ્તર્યું હતું, જેણે નાણાકીય વર્ષ 2022માં વાસ્તવિક કુલ સ્થાનિક ઉત્પાદન (DGP) વૃદ્ધિ દરને 7.6 ટકા સુધી વધાર્યો હતો. 2023માં તે 7.0 ટકા હતો. સતત ત્રીજા નાણાંકીય વર્ષમાં 7 ટકા કે તેથી વધુ રહ્યો છે.

દરમિયાન મોર્ગન સ્ટેન્લીએ સંકેત આપ્યો છે કે, ભારતમાં વૃદ્ધિ દર ગ્રાહક અને વ્યવસાયિક ખર્ચ બંનેના આધારે વ્યાપક રહી શકે છે. તેના તાજેતરના અહેવાલ ‘2024 ગ્લોબલ ઇકોનોમિક મિડયર આઉટલુક’ માં, વૈશ્વિક રોકાણ બેંકે ભારતની મજબૂત વૃદ્ધિનો શ્રેય ત્રણ મેગાટ્રેન્ડ્સનો  વૈશ્વિક ઓફશોરિંગ, ડિજિટલાઇઝેશન અને ઊર્જા સંક્રમણને આપ્યો છે. મોર્ગન સ્ટેનલીએ 2024માં ભારતનો વિકાસ દર 6.8 ટકા (RBIના 7 ટકા સામે) અને આગામી નાણાકીય વર્ષ માટે 6.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. એજન્સીના મતે ફુગાવો નીતિ નિર્માતાઓના કમ્ફર્ટ ઝોનમાં રહેશે. એપ્રિલ 2024માં છૂટક ફુગાવો 4.83 ટકા નોંધાયો હતો, જે છેલ્લા 11 મહિનામાં સૌથી નીચો છે.