ચીનના લોન એપ કેસમાં EDની કાર્યવાહી, Razorpay, Paytm, Cashfree ના સ્થાનો પર દરોડા
- Paytm, Razorpay-Cashfree ના સ્થાનો પર દરોડા
- ચીનના લોન એપ કેસમાં EDની કાર્યવાહી
દિલ્હી:ED એ આજે માહિતી આપી છે કે તેની ટીમે Razorpay, Paytm અને Cashfree જેવા ઓનલાઈન પેમેન્ટ ગેટવેના સ્થળો પર દરોડા પાડ્યા છે.આ દરોડા ચીની નાગરિકો દ્વારા નિયંત્રિત ઇન્સ્ટન્ટ લોન સામે ચાલી રહેલી તપાસના સંદર્ભમાં કરવામાં આવ્યા છે.આ લોન સ્માર્ટફોન આધારિત એપ્સ દ્વારા આપવામાં આવી હતી અને તે ગેરકાયદેસર રીતે કામ કરતી હતી.ED આ કેસમાં મની લોન્ડરિંગની શક્યતાની પણ તપાસ કરી રહી છે.
ED દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ દરોડા બેંગ્લોરમાં 6 અલગ-અલગ જગ્યાઓ પર પાડવામાં આવ્યા છે.. EDના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશન શરૂ છે.
હકીકતમાં, પોલીસને આવી ઘણી ફરિયાદો મળી હતી જેમાં ફટાફટ લોન આપનારા એપ્સ લોકોને ધમકાવવામાં અને પૈસા પડાવવામાં રોકાયેલા હતા.આ ફરિયાદો અનુસાર, નાની રકમના રિફંડના નામે તેમની પાસેથી વધુ પડતી રકમ લેવામાં આવી રહી હતી. રકમ ન ચૂકવતા ગ્રાહકોને હેરાન કરવામાં આવતા હતા.આ ફરિયાદો પર કાર્યવાહી કર્યા બાદ આમાં ચીનના નાગરિકોની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.જે પછી આ ખોટી રીતે એકત્ર કરાયેલા નાણાંને દેશની બહાર મોકલવાના મામલાની પણ તપાસ કરવામાં આવી રહી છે. ED અનુસાર, આ કંપનીઓ નકલી સરનામાં બતાવીને કામ કરતી હતી.