ચીનની બે કંપનીઓ અને તેની સાથે જોડાયેલા વ્યક્તિઓ સામે મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી
નવી દિલ્હીઃ પ્રવર્તમાન નિદેશાલય- ઇડીએ ચીની નાગરિકોની માલિકીની સંસ્થાઓ સામે મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે બે કંપનીઓ અને તેમની સાથે જોડાયેલા વ્યક્તિઓ સામે તપાસ હાથ ધરી છે.
આ કંપનીઓ મોબાઈલ એપ્લિકેશન દ્વારા નાણા ઉછીના આપી બાદમાં અંગત વિગતો મેળવીને લોન લેનારાઓને હેરાન કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. ઇડીની યાદીમાં જણાવ્યું છે કે ગત 21 મી ડિસેમ્બરે દિલ્હી, ચંડીગઢ, હરિયાણા, પંજાબ અને ગુજરાતના 19 સ્થળોએ શાઈનેબે ટેકનોલોજી ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ., એમપર્સ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન 1 કરોડ 30 લાખની રોકડ મળી આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઇડીએ બેંગલુરુ, કાઝીપેટ અને જનગાવમાં ઘણી કંપનીઓ અને વ્યક્તિઓ સામે લોન પર ખૂબ ઊંચા અને શોષણકારક વ્યાજ વસૂલવા અને ગ્રાહકોને હેરાન કરવા અંગે તપાસ શરૂ કરી હતી.