Site icon Revoi.in

દિલ્હીમાં દારુ કૌંભાડ મામલે  ઈડીની કાર્યવાહી તેજ બની – વિજય નાયર બાદ હવે સમીર મહેન્દ્રુની ધરકપડ કરાઈ

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં જૂદા જૂદા કૌંભાડ મામલે ઈડી જીણવટભરી તપાસ કરી રહી છે ત્યારે હવે દારુના કૌંભાડમાં ઈડીની કાર્ય.વાહી તેજ બનતી જઈ રહી છે,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજરોજ  બુધવારે દેશની રાજધાની દિલ્હીમાં સમીર મહેન્દ્રુની ધરપકડ કરી લધી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં મોટી કાર્યવાહી કરતા દેશના સૌથી પ્રખ્યાત દારૂના વેપારી સમીર મહેન્દ્રુની ધરપકડ કરી છે. આ પહેલા ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ઓન્લી મચ લાઉડરના પૂર્વ સીઈઓ વિજય નાયરની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે આજે ઈડી દ્વારા તેને તપાસ માટે બોલાવવામાં આવ્યો હતો. થોડીક પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

સમીર મહેન્દ્રુ દિલ્હીના દારૂ કૌભાંડના આરોપીઓમાંનો એક છે અને તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.તે ઈન્ડોસ્પિરિટના માલિક છે. તેના પર વિવિધ પ્રસંગોએ મનીષ સિસોદિયાના બે નજીકના સાથીઓને 4-5 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ચુકવણી કરવાનો આરોપ છે.

આ સાથે જ તેના પર એજન્સીએ આરોપ લગાવ્યો છે કે મહેન્દ્રુ તે ઉદ્યોગપતિઓમાંના એક હતા જેઓ 2021-22 માટે દિલ્હી સરકારની એક્સાઇઝ પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતાઓમાં સક્રિય રીતે સામેલ હતો.સૂત્રોએ જણાવ્યું કે વિજય નાયર દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આબકારી મંત્રી મનીષ સિસોદિયાના નજીકના છે. આ અંગે આમ આદમી પાર્ટીએ સમગ્ર કાર્યવાહીને ગેરકાયદે ગણાવીને આ માટે ભાજપ પર આરોપ લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે CBIએ મનીષ સિસોદિયા સહિત આઠ આરોપીઓ સામે લુક આઉટ સર્ક્યુલર નોટિસ જારી કરી છે. એફઆઈઆરમાં કુલ નવ લોકોના નામ છે, જેમાં ઓન્લી મચ લાઉડરના ભૂતપૂર્વ સીઈઓ વિજય નાયર, બ્રિન્ડકો સ્પિરિટ્સના માલિક અમનદીપ ધલ, ઈન્ડોસ્પિરિટના માલિક સમીર મહેન્દ્રુ, બડી રિટેલના ડિરેક્ટર અમિત અરોરા, રાધા ઈન્ડસ્ટ્રીઝના દિનેશ અરોરા, મહાદેવ લિકર્સના માલિક સની મારવાઝનો સમાવેશ થાય છે.