1. Home
  2. ગુજરાતી
  3. ઈડી એ મની લોન્ડરિંગ કેસમાં ફરી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘીને નોટીસ મોકલી – 21 જૂલાઈ એ હાજર થવા કહ્યું
ઈડી એ મની લોન્ડરિંગ કેસમાં ફરી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘીને નોટીસ મોકલી – 21 જૂલાઈ એ હાજર થવા કહ્યું

ઈડી એ મની લોન્ડરિંગ કેસમાં ફરી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘીને નોટીસ મોકલી – 21 જૂલાઈ એ હાજર થવા કહ્યું

0
Social Share
  • ઈડીએ ફરી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘીને નોચીસ મોકલી
  • 21 જુલાઈના રોજ હાજર થવા કહ્યું

દિલ્હી- સોનિયા ગાંઘી છેલ્લા કેટલાતક સમયથી ઈડીની રડાર પર છે ત્યારે હવે ફરી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં પૂછપરછ માટે સોનિયા ગાંધીને નોટિસ પાઠવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે  આ તપાસ 21 જુલાઈના રોજ થશે આ પહેલા ઈડી એ આ કેસમાં 23 જૂનના રોજ સોનિયાને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું, પરંતુ કોવિડ પોઝિટિવ થયા બાદ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે, કોંગ્રેસ અધ્યક્ષે તપાસ થોડા અઠવાડિયા માટે મોકૂફ રાખવાની વિનંતી કરી હતી.

આ પહેલા સોનિયાએ  આ બાબતે ઈડીને લેટર લખીને થોડા સમય માટે પૂછતાથ મુલતવી રાખવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં રાહુલ ગાંધીની લાંબા સમયથી પૂછપરછ કરી ચૂકી છે. 

ઉલ્લેખનીય છે કે આ કેસ બાબતે  પાંચ દિવસમાં રાહુલ ગાંધીની લગભગ 50 કલાક પૂછપરછ કરવામાં આવી છે. આ દરમિયાન તેમના નિવેદનો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ  હેઠળ નોંધવામાં આવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code