દિલ્હીઃ કોરોના મહામારીને કારણે આર્થિક ભીંસમાં ફસાયેલા લોકોને નિશાન બનાવીને મોબાઈલ એપ્લિકેશન મારફતે સરળતાથી લોક આપવાના કૌભાંડમાં ચીનની સંડોવણી બહાર આવી હતી. જેથી આવી ચાઈનીઝ ઓન એપ સામે કાર્યવાહી કરવા માટે ઈડી અને વિવિધ રાજ્યોની સીઆઈડી ક્રાઈમ ટુંક સમયમાં અભિયાન શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા પણ આવી મોબાઈલ એપ સામે કાર્યવાહીના નિર્દેશ કર્યાં છે.
આ તપાસનીસ એજન્સીઓએ ચાઈનીઝ લોન એપ સાથે લેવડ-દેવડ ન કરવા લોકોને અપીલ કરી છે. આ એપ પેમેન્ટ ગેટવે સાથે જોડાયેલી હોવાથી તેના લેવડ-દેવડ અને પેન્ટની તપાસ થઈ શકતી નથી. બીજી તરફ ઈડી અને વિવિધ રાજ્યોની સીઆઈડી દ્વારા પેમેન્ટ ગેટવેને નોટીસ આપવામાં આવી છે. તેમજ ચાઈનીઝ લોન એપ્સના લાયસન્સ રદ કરવા સુચના આપી છે. તાત્કાલિક લોનની લાલચ આપતી આપી મોબાઈલ એપ્સના ચગુંલમાં અત્યાર સુધીમાં ભારતમાં અનેક લોકો ફસાયા છે. લોકો પાસેથી 32થી 40 ટકા જેટલું ઉંચુ વ્યાજ વસુલવામાં આવતું હતું.
આંધ્રપ્રદેશ સહિત દક્ષિણ ભારતમાં આવી મોબાઈલ એપ્સના જાળમાં ફસાયેલા કેટલાક લોકોએ ફરિયાદ કરતા પોલીસે તપાસ આરંભી હતી. જેમાં સંમગ્ર રેકેટ બહાર આવ્યું હતું. પોલીસની તપાસમાં ચીનનું કનેકશન બહાર આવ્યું હતું. તેમજ બે ચાઈનીઝ નાગરિક સહિતના આરોપીઓની ધરપકડ કરીને તપાસ કરવામાં આવી હતી.