Site icon Revoi.in

મની લોન્ડરિંગ કેસમાં EDએ કર્ણાટકના પૂર્વ મંત્રી બી નાગેન્દ્રની અટકાયત કરી

Social Share

બેંગલુરુઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે કર્ણાટક મહર્ષિ વાલ્મીકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ લિમિટેડમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરવા પૂર્વ મંત્રી બી નાગેન્દ્રને કસ્ટડીમાં લીધા હતા. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યને પૂછપરછ માટે તેમના નિવાસસ્થાનથી ED ઓફિસ લઈ જવામાં આવ્યા છે. અનુસૂચિત જનજાતિ કલ્યાણ મંત્રી નાગેન્દ્રએ કૌભાંડના સંબંધમાં આરોપો બાદ 6 જૂને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. EDની ઓફિસમાં લઈ જતી વખતે નાગેન્દ્રએ પત્રકારોને જણાવ્યું હતું કે, “મને મારા ઘરેથી લઈ જવામાં આવી રહ્યો છે… મને કંઈ ખબર નથી, છેલ્લા બે દિવસમાં EDએ કર્ણાટકના પૂર્વ મંત્રી નાગેન્દ્ર અને શાસક કોંગ્રેસના ધારાસભ્ય બાસનગૌડાની ધરપકડ કરી છે.” ડડલના પરિસર સહિત અનેક સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું કે, એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધાયેલા કેસમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં લગભગ 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા. કર્ણાટક મહર્ષિ વાલ્મિકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ લિમિટેડમાં ભંડોળના ગેરકાયદેસર સ્થાનાંતરણનો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તેના એકાઉન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ચંદ્રશેખરન પી 26 મેના રોજ આત્મહત્યા કરી હતી. ઘટનાસ્થળેથી પી. દ્વારા લખેલી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેણે દાવો કર્યો હતો કે, તેના કોર્પોરેશનના બેંક ખાતામાંથી 187 કરોડ રૂપિયા અનધિકૃત ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમાંથી 88.62 કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે વિવિધ ખાતાઓમાં મોકલવામાં આવ્યા હતા. આ બેંક ખાતાઓ કથિત રીતે જાણીતી આઈટી કંપનીઓ અને હૈદરાબાદ સ્થિત એક સહકારી બેંકના છે. ચંદ્રશેખરને સસ્પેન્ડેડ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર જેજી પદ્મનાભ, એકાઉન્ટિંગ ઓફિસર પરશુરામ જી દુરુગ્નાવર અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના ચીફ મેનેજર સુચિસ્મિતા રાવલના નામ સુસાઈડ નોટમાં સામેલ કર્યા હતા.