Site icon Revoi.in

સંજય રાઉતની મુશ્કેલી વધી – ઈડી એ 8 કલાકના દરોડા બાદ મોટી કાર્યવાહી કરતા શિવસેનાના નેતાની અટકાયત કરી

Social Share

મુંબઈઃ- છેલ્લા ઘણા દિવસોથી શિવસેનાના નેતા સંજય રાઉડ ઈડીની નજરમાં છે ત્યારે એજ સવારથી જ ઈડીએ તેમના ત્યા દરોડા પાડ્યા હતા ત્યાર બાદ હવે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે.પ્રાપ્ત જાણકારી પ્રમાણે શિવસેનાના નેતા સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટદ્વારા અટકાયત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે  પાત્રા ચાલ કેસમાં સંજય રાઉત સામે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ એજન્સી છેલ્લા 8 કલાકથી તેના ઘરે દરોડા પાડી રહી હતી. સંજય રાઉતના ઘરની બહાર મોટી સંખ્યામાં શિવસેના કાર્યકર્તાઓ એકઠા થયા છે. સંજય રાઉતનું કહેવું છે કે ઈડી અધિકારીઓએ તેમને આગળના ગેટથી લઈ જવા જોઈએ જ્યાં શિવસૈનિકો ભેગા થાય છે, જોકે ઈડી એ તેમને તેમના ઘરના પાછળના ગેટથી લઈ જવા માંગે છે.

આ પહેલા ઈડી એ સંજય રાઉત પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તેમને તપાસ એજન્સીએ તેમની સાથે ઈડી ઑફિસમાં જવા માટે કહ્યું, ત્યારે તેમણે કહ્યું કે તેઓ વર્તમાન સાંસદ છે. તેમણે 7 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો હતો. પરંતુ હવે ઈડીએ સમય આપવાની વાત તો બાજૂમાં રહી પણ તેમને કસ્ટડીમાં લઈ લીધા છે.

મની લોન્ડરિંગ કેસમાં ઈડી એ તેમના ઘરે દરોડા પાડ્યા હતા. ઈડી એ સંજય રાઉત વિરુદ્ધ અનેક સમન્સ જારી કર્યા હતા. તેને 27 જુલાઈએ પણ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. સંજય રાઉતનું નામ મુંબઈમાં એક ચાલના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની હેરાફેરીમાં સામે આવ્યું છે. આ કેસમાં તેની પત્ની અને અન્ય સહયોગીઓના નામ પણ સામે આવ્યા છે.