Site icon Revoi.in

દિલ્હીના આપના મંત્રી રાજકુમાર આનંદના ઘર સહીત 10 ઠેકાણાઓ પર ઈડીએ પાડ્યા દરોડા

Social Share

દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી એજન્સીઓ દ્રાર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છએ ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ ઘણા સમયથી ઈડીના રડાર પર છે અનેક કૌંભાડ મામલે ઈડી આપના નેતાઓ પર સખ્ત નજર રાખઈ રહી છે ત્યારે આજે ઈડીના સકંજામાં વઘુ એક આપના નેતા આવ્યા છે

પ્રાપ્ત માહિતી પ્રમાણેએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી જોવા મળી હતી. EDએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા છે.

માહિતી અનુસાર વહેલી સવારે જ ઈડી સિવિલ લાઈન્સ સ્થિત રાજકુમાર આનંદના ઘરે પહોંચી ગઈ છે અને ઘરની તપાસ કરી રહી છે. એટલું જ નહીં રાજકુમાર આનંદ સાથે સંબંધિત લગભગ 10 સ્થળો પર વહેલી સવારથી EDના દરોડા ચાલુ છે.

 રાજકુમાર આનંદ હાલમાં દિલ્હી સરકારમાં શ્રમ મંત્રી છે. આ વર્ષની શરૂઆતમાં મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામા બાદ શ્રમ મંત્રી રાજ કુમાર આનંદને શિક્ષણ અને આરોગ્ય મંત્રાલયની ફાળવણી કરવામાં આવી હતી. બાદમાં આરોગ્યની જવાબદારી સૌરભ ભારદ્વાજને અને શિક્ષણની જવાબદારી આતિશીને આપવામાં આવી હતી.

હાલમાં તે બહાર આવ્યું નથી કે ઇડીએ કયા કેસમાં કાર્યવાહી કરી છે.ઉલ્લેખનીય છે કે  EDએ એવા સમયે દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદના ઘર પર દરોડા પાડ્યા છે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવાના છે.

ઉલ્લેખનીય છએ કે  EDએ અરવિંદ કેજરીવાલને આજે એટલે કે 2 નવેમ્બરે એક્સાઇઝ પોલિસી કૌભાંડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. જો કે, હજુ સુધી મુખ્યમંત્રી કાર્યાલય અથવા આમ આદમી પાર્ટી દ્વારા એ કહેવામાં આવ્યું નથી કે અરવિંદ કેજરીવાલ આજે પૂછપરછમાં સામેલ થશે કે નહીં.