પટનાઃ મની લોન્ડરિંગ કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ મંગળવારે બિહારના વરિષ્ઠ IAS અધિકારી સંજીવ હંસ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવના ઘર પર દરોડા પાડ્યા હતા. EDએ આ દરોડા દિલ્હી, પુણે અને બિહાર સહિત અનેક સ્થળોએ પાડ્યા છે.
રિપોર્ટ અનુસાર, ઈડીએ ઉર્જા વિભાગના મુખ્ય સચિવ સંજીવ હંસ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ કાર્યવાહી કરી છે. ભ્રષ્ટાચારના કેસમાં ઈડીએ ગુલાબ યાદવ અને સંજીવ હંસ સામે દરોડા પાડ્યા છે. ઈડીની કાર્યવાહીને પગલે ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય માહોલમાં ખળભળાટ મચી ગયો છે. ઈડીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.